માળિયા હાઈ-વે પરના પેટ્રોલ પંપમાં ત્રણ શખ્સોએ લૂંટનો પ્રયાસ કર્યો

0
74

મોરબી,તા.૧૬
જિલ્લામાં લૂંટારૂઓએ આતંક મચાવી દીધો છે. માળીયા હાઈવે પરના પેટ્રોલ પંપ પર લૂંટારૂઓએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. ૩ શખ્સોએ પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો છે. પેટ્રોલ પંપ પર રહેલા વ્યક્તિને ભગાડી લૂંટ ચલાવાની કોશિશ કરી હતી.
સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. CCTVમાં સ્પષ્ટ દેખાઈ છે કે, ૩ શખ્સોએ લૂંટ ચલાવવાની કોશિશ કરી છે અને પેટ્રોલપંપના કર્મચારીને માર મારીને લૂંટ ચલાવી હતી. સમગ્ર મામલે કોઈ ફરિયાદ થઈ નથી.
આ બનાવ અંગે મળતી વિગત મુજબ, માળિયા હાઇવે પર આવેલ રવિરાજ ચોકડી નજીક એક પેટ્રોલપંપ પર ગતરાત્રીના રોજ બે કર્મચારીઓ હાજર હતા જેમાં એક બહાર ટેબલ પર બેઠો હોય અને એક ઓફિસમાં હાજર હોય દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સો ઓચિંતા ધસી આવ્યા હતા અને બહાર ટેબલ પર બેઠેલા કર્મચારી પર તૂટી પડ્યા હતા.
અચાનક આ રીતે બેફામ માર મારતા કર્મચારી પોતાનો જીવ બચાવવા દોડવા લાગતા આ સમયનો લાભ લઇને બે લોકોએ પેટ્રોલ પંપના કાઉન્ટરમાં પડેલી રોકડ રકમ લઈને ભાગી છૂટ્યા હતા.
જો કે આ મામલાની જાણ નજીકના પોલીસ મથકે થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન CCTV તપાસતા સમગ્ર ઘટના અને હુમલો કરનારા શખ્સો કચકડે કેદ થઇ ગયા. પોલીસે આ મામલે ફરિયાદ નોઁધી CCTV ના આધારે તપાસ હાથ ધરી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY