ભાજપની સરકાર સત્તા ઉપર ના હોય તો પણ વહિવટી તંત્ર ઉપર ભાજપની જ પકડ રહે તેવા તો અનેક કામ ભાજપ સરકારે વિવિધ સ્તરે કર્યા છે. પરંતુ હવે ગુજરાત પોલીસમાં કેટલાક પોલીસવાળાએ પાછલા બારણે બારોબાર પોલીસ સબઈન્સપેક્ટર બનાવી દેવાનો કારસો ઘડી કાઢ્યો છે. જા ગૃહ વિભાગના અધિકારીઓ આ દસ્તાવેજ ઉપર મહોર મારે તો ૩૨૩ પોલીસકર્મીઓ સીધા પોલીસ સબઈન્સપેક્ટર થઈ જશે તેમ ગૃહ વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યુ છે.
પોલીસ સ્તરમાં ભરતી પ્રક્રિયામા અલગ બોર્ડ સહિત તેના નિયમો પણ છે. પોલીસ સબઈન્સપેક્ટરની ભરતી બે પ્રકારે થાય છે. જેમાં એક તો સીધી ભરતીથી પોલીસ સબઈન્સપેક્ટની ભરતી થાય છે અને બીજી જે ગુજરાત પોલીસનો હિસ્સો જ છે તેવા કોન્સ્ટેબલથી લઈ આસિસ્ટન્ટ પોલીસ સબઈન્સપેક્ટર્સ માટે અલગ ભરતી પ્રક્રિયા છે. વર્ષ ૨૦૧૫-૨૦૧૬માં આ પ્રકારે ખાતાકીય પરિક્ષા થઈ હતી જેમાં જે પોલીસવાળા પોલીસ સબઈન્સપેક્ટરની પરિક્ષા આપવા માટે લાયક હતા તેમણે પરિક્ષા આપી હતી.
આ પરિક્ષાનું આયોજન ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવ્યુ હતું. કુલ ખાલી જગ્યાઓ ૪૦૩ હતી. પીએસઆઈની પરિક્ષા માટે ગૌણ સેવા પસંદગી મંડળે જે કટ ઓફ માર્ક નક્કી કર્યા હતા તેમાં ૩૭૬ પોલીસ કર્મચારીઓ પસંદ થયા હતા. જા કે ૩૨૩ પોલીસ કર્મચારીઓ એવા હતા કે તેઓ પરિક્ષામાં ઉતિર્ણ થયા હતા પરંતુ કટ ઓફ માર્ક નહીં હોવાને કારણે પીએસઆઈની આગળની પરિક્ષા આપી શકિયા ન્હોતા. કેટલાંક પોલીસ કર્મચારીઓ હાઈકોર્ટમાં પણ ગયા હતા અને તેમની માગણી હતી કે તેમના માર્ક કટ ઓફ પ્રમાણે નહીં હોવા છતાં તેઓ પાસ હોવાને કારણે તેમને પીએસઆઈ માટે લાયક ઠેરવવામાં આવે. જા કે તે મામલે હાઈકોર્ટે કોઈ આદેશ આપ્યો નથી.
વર્ષ ૨૦૧૫-૨૦૧૬માં ગેરલાયક ઠરેલા આ ૩૨૩ પોલીસવાળાએ પીએસઆઈ થવા માટે પોતાના રાજકિય નેતાઓનો સંપર્ક કર્યો હોવાની જાણકારી છે. આરોપ એવો પણ છે કે ૩૨૩ પૈકી ૯૭ પોલીસવાળા એક ચોક્કસ કોમના છે જેમનું ગૃહ વિભાગમાં વર્ચસ્વ પણ છે. હવે રાજકિય નેતાઓએ આ મુદ્દો પકડી આ તમામ પોલીસવાળાને પોલીસ સબઈન્સપેક્ટર બનાવી દેવા માટે દબાણ શરૂ કર્યુ છે અને ભાજપ સરકારે પોતાના ધારાસભ્ય અને નેતાઓની ભલામણ હોય તેવા પોલીસવાળાને પાછલા બારણે કાયદાની છટકબારીનો ઉપયોગ કરી પીએસઆઈ બનાવી દેવાની તજવીજ શરૂ કરી છે. જા કે આ મુદ્દે ગૃહ વિભાગના સિનિયર્સની ખાસ્સી નારાજગી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



