રાજકોટ,તા.૨૩
રાજકોટના કોઠારિયા ગામમાં જૂના સ્વાતિપાર્ક-૭માં રહેતા કારખાનેદારની આત્મહત્યાના મામલે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. ઉધાર લીધેલા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં દુકાન નામે ન કરી દઇ ઠગાઇ કરવામાં આવતાં કારખાનેદારે મજબૂર થઇ જીવ દઇ દીધાની વિગતો બહાર આવતાં આજી ડેમ પોલીસે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે કોઠારિયા ગામમાં જૂના સ્વાતિપાર્ક-૭માં રહેતા હસમુખભાઇ આસોદરિયા કિસાન ઇન્ડસ્ટ્રીઝમાં શ્રીનાથજી નામે એસએસ પાઇપના જોબવર્કનું કારખાનું ધરાવતા હતા. ૭ ઓગસ્ટે સવારે હસમુખભાઈ અને કારીગર અશ્વિનભાઇ તથા અજયભાઇ સહિતના કારખાનામાં હાજર હતા.
બપોરના બારથી એક વાગ્ય સુધી કારખાનું બંધ કરી જમવા ગયા હતા. તે વખતે હસમુખભાઈએ તેમના પુત્રને વાત કરી હતી કે આપણે જમીન વેચી હતી અને તેના આવેલા રૂ.૪૦ લાખ રાજુભાઇ શિંગાળા હસ્તક મનસુખભાઇ વોરા (રહે. ખોખડદળ)ને પંદર દિવસના વાયદાથી ઉછીના આપ્યા હતા.
એ વાતને આજે પાંચ વર્ષ થઇ ગયાં છતાં તે પૈસા પાછા આપતા નથી. અનેક ધક્કા ખાવા છતાં આ રકમ પાછી આવી નથી અને ખોટા વાયદા કર્યે રાખે છે અને એવી ધમકી આપે છે કે જો ખોટા ધક્કા ખાશો તો પોલીસ ફરિયાદ કરી દઇશ.
કારખાનાની બાજુની ઓફિસવાળા વિજયભાઇ ફાઇનાન્સવાળાને પણ પૈસા ચૂકવવાના છે અને તે પણ મારી નાખવાની ધમકી આપે છે. પુનાભાઇ ટોળિયા રાધે હોટલવાળાને તેના નવ લાખ ચૂકવી દીધા છે છતાં રાધે હોટલવાળી દુકાન નામે કરી આપતા નથી અને થાય તે કરી લેવાની ધમકી આપે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



