બસમાં ભીડનો લાભ ઉઠાવી ચોરી કરતી ગેંગ ઝડપાઈ,૧૦ ગુનાની કબૂલાત કરી

0
25

અમદાવાદ,તા.૨૪
અમદાવાદ શહેરમાં નજર ચૂકવી ચોરી થવાની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે એએમટીએસ તેમજ બીઆરટીએસ બસમાં ભીડનો લાભ ઉઠાવી ચોરી કરતી એક મહિલા તેમજ અન્ય એક આરોપીને ઝડપી પાડ્યા છે.ઉલ્લેખનિય છે કે પોલીસે આરોપીઓ પાસેથી ૧ લાખ ૪૩ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.તો આવો જાણીએ કોણ છે આ આરોપી અને કેવી રીતે આપતા ચોરીને અંજામ.
અમદાવાદ શહેરમાં ઘણા સમયથી નજર ચૂકવી ચોરી થવાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે.ત્યારે આ મામલે શહેરના કાગડાપીઠ ,સેટેલાઈટ સહીતના પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયા હતા. ત્યાર બાદ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.પોલીસે આ મામલે બીઆરટીએસ તેમજ એએમટીએસ બસમાં નજર ચૂકવી ચોરીને અંજામ આપતા એક મહિલા અને તેના સાગરિતને દબોચી લીધો છે.
જેની પૂછપરછમાં કુલ ૧૦ જેટલા ગુનાઓને અંજામ આપ્યાની કબુલાત કરી છે. પોલીસની પકડમાં રહેલી મહિલા આરોપીનું નામ ઇસુ દંતાણી છે. જે ૪૯ વર્ષીય છે અને મૂળ પાટણ જીલ્લાની રહેવાસી છે.તો અન્ય એક આરોપી જેનું નામ ગોવિંદ દંતાણી છે. તે ૨૮ વર્ષીય છે અને મૂળ પાટણ જીલ્લાનો છે. પણ છેલ્લા ઘણા સમયથી શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતો હતો.આ બંને આરોપી પૈકીની મહિલા આરોપી મણીનગર અને કાગડાપીઠ પોલીસ મથકમાં ચોરીના ગુનામાં ઝડપાયેલી છે. ત્યારે હાલ તો પોલીસે આ આરોપીઓને ઝડપી જેલ હવાલે કરી દીધા છે.આરોપીઓની પૂછપરછમાં હજુ પણ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.જોકે હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY