અમદાવાદ,તા.૨૪
રાજ્યમાં એક પછી એક જગ્યાએ સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર રેડ કરવામાં આવી રહી છે. આજકાલ વિદેશી યુવતીઓને લાવીને તેમની પાસે ગોરખધંધાનું કામ શહેરમાં ફાલ્યું છે. ત્યારે અમદાવાદમાં આજે રામોલ – નિકોલમાં સ્પા સેન્ટર ઉપર તવાઇ બોલાવવામાં આવી હતી.
અમદાવાદમાં આજે રામોલ-નિકોલમાં ૧૭ જેટલા સ્પા સેન્ટરો પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. અમદાવાદના આ સ્પા સેન્ટરો પર ચેકિંગ હાથ ધરવા પોલીસ દ્વારા ૧૭ જેટલી ટીમો બનાવીને ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઘટનામાં IG , ૪ PI, અને PSI દ્રારા ચેકિંગ હાથ ધરાયું હતું.
તમને યાદ હોય તો અગાઉ રાજકોટમાં પણ પોલીસે ૧૨ સ્પા સેન્ટર પર તવાઈ બોલાવી હતી. જેમાં અનેક વિદેશી યુવતીઓ પકડાઈ હતી. આ વિદેશી યુવતીઓમાં અમુક પુરુષો હોવાનું ખૂલ્યું હતું. તેના ભાગરૂપે આજે અમદાવાદમાં ચાલતા સ્પા સેન્ટરો પર રેડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટના સ્પામાં અનેક ગેરરીતીઓ ચાલતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ હતું. જેમા ૪૫ વિદેશી યુવતિઓ ગેરકાયદે સ્પા સેન્ટરમાં રહેતી હોવાનું સામે આવ્યુ હતું. ૪૫ વિદેશી યુવતિઓમાંથી ૪૧ યુવતિઓ થાઈલેંડની હતી. ૩ યુવતિઓ રશિયાની છે. જ્યારે ૧ યુવતિ કજાકિસ્તાનની હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



