સારી સ્ક્રીપ્ટ મળે તો વીકી ડોનર-૨ પણ બનશે : આયુષમાન ખુરાના

0
16

મુંબઈ,તા.૧૯
તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ બધાઇ હો પછી રાતોરાત એ લિસ્ટના ગણાતા થઇ ગયેલા અભિનેતા આયુષમાન ખુરાનાએ કહ્યું હતું કે સારી સ્ક્રીપ્ટ મળશે તો અમે વીકી ડાનરની સિક્વલ પણ બનાવીશું.
આયુષમાન પહેલેથી બિનપરંપરાગત ફિલ્મો કરતો રહ્યો છે. વીકી ડાનર એવો વિષય લઇને આવી હતી જેને અગાઉ કોઇએ કદી હાથ લગાડયો નહોતો. આ ફિલ્મમાં વીર્યદાનની વાત હતી. ઓછા અથવા શૂન્ય શુક્રાણુ ધરાવતા પુરુષો સંતાન માટે સારવાર લે ત્યારે તેમની પત્નીને અન્ય પુરુષે કરેલા વીર્યદાન દ્વારા ગર્ભવતી કરવાની તબીબી સારવાર હોય છે.
એણે કહ્યું કે પરસેવાના પૈસા ખર્ચીને ફિલ્મ જાવા આવતા દર્શકને ગળે ઊતરે એવી કથા હોય તો ફિલ્મ બનાવવામાં મને રસ પડે છે. વીકી ડાનરની સિક્વલ જરૃર બનાવીશું. પરંતુ એ માટે સારી સ્ક્રીપ્ટ અમારા હાથમાં આવે એ જરૃરી છે. અમે સ્ક્રીપ્ટની તલાશમાં છીએ. સારી સ્ક્રીપ્ટ હાથમાં આવશે એટલે તરત સિક્વલની તૈયારી શરૃ કરીશું.
૨૦૧૨માં રજૂ થયેલી વીકી ડાનર સરસ ચાલી હતી. આયુષમાને કહ્યું કે સિક્વલની સ્ક્રીપ્ટ સારી ન હોય તો લોકો ઓરિજિનલ ફિલ્મને પણ ભૂલી જાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY