તિરાગ,તા.૨૪
નેશનલ પિપલ્સ પાર્ટી (એનપીપી)નાં ઉમેદવાર તિરોંગ અબોહ ચાલુ ધારાસભ્ય હતા અને ચૂંટણી લડ્યા હતા. મતગણતરીનાં બે દિવસ પહેલા થયેલા એક ઉગ્રવાદી હુમલામાં તેમનું મોત નિપજ્યુ હતુ. પણ જ્યારે ૨૩ મેનાં રોજ મતગણતરીનાં જ્યારે પરિણામ આવ્યુ ત્યારે તેઓ જીતી ગયા.
તેમના પરિવાર માટે આ સમાચાર દુખદ સમયમાં પણ આશ્વાસન આપનારા નિવડ્યાં.
અબોહ ૧,૦૫૫ મતોની લીડથી જીત્યા અને ભાજપનાં ઉમેદવાર ફવાંગ લોવાંગને હરાવ્યા. ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ખોનસા બેઠક પરથી જીત્યા હતા. જા કે, તેમનું મૃત્યુ થતા હવે આ બેઠક પર પેટા ચૂંટણી થશે.
મંગળવારે થયેલા ઉગ્રવાદી હુમલમાં અબોહ અને તેના દિકરા સહિત ૧૧ લોકોનાં મોત નિપજ્યા હતા. આ ઘટના અરુણાચલ પ્રદેશનાં તિરાગ જિલ્લામાં બની હતી.
આ ઘટના માટે અરુણાચલ પ્રદેશનાં પૂર્વ ગૃહ મંત્રી અને એનપીપીનાં નેતા કુમાર વાઇએ જણાવ્યું કે, આ રાજકીય બદલાની ભાવનાથી હુમલો કરવામાં આવ્યો હતો. અબોહનાં રાજકીય દુશ્મનોએ કાવત્રુ રચીને તેમના પર હુમલો કર્યો હતો. જે કોઇ પણ રાજકીય પક્ષોનાં રાજકીય લાભ માટે જા ત્રાસવાદનો સહારો લીધો હોય તો તેમને માફ કરી ન શકાય,”.જો કે, આ પહેલી ઘટના નથી કે, જેમાં નેશનલ પિપલ્સ પાર્ટીનાં નેતાની હત્યા થઇ હોઇ. માર્ચ મહિનામાં પણ અબોહનાં ટેકેદાર અને એનપીપીનાં કાર્યકર જલેય અન્ના અને તેના મિત્ર ખામ નાઇ અભીને ગોળીએ વિંધી દેવામાં આવ્યા હતા.
એનપીપીનાં ટેકેદારોએ જણાવ્યું કે, ઉગ્રવાદીઓ દ્વારા સતત એનપીપીનાં સભ્યો પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



