મમતાનો ”હિન્દી” પ્રેમ જાગ્યો
કોલકાત્તા,તા.૮
વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં બસ હવે થોડો સમય બાકી છે. તેવામાં તમામ પાર્ટીઓએ પોત પોતાની મોરચાબંદી શરૂ કરી છે. આ ચૂંટણીમાં સ્થાનિક નેતાઓ પર સૌથી વધુ નજર રહેશે. જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ સૌથી ઉપર છે. પીએમ બનવાની તેમની તીવ્ર ઉત્કંઠા કોઈથી છૂપી નથી. આ જ કારણ છે કે તેઓ સીધી રીતે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના રસ્તામાં આડા આવવાથી અચકાયા નથી. જો કે ખુલ્લેઆમ તો તેમણે ક્યારેય કશું કહ્યું નથી પરંતુ આગામી ચૂંટણી માટે તેમણે સૌથી પહેલા કિલ્લેબંધી કરવાની શરૂઆત કરી છે. આ માટે તેઓ હિન્દીની શરણમાં પહોંચ્યા છે.
મમતા બેનર્જીએ બંગાળમાં પોતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની હવે હિંદી વિંગની સ્થાપના કરી છે. શુક્રવારે તેમણે આ અંગેની જાહેરાત કરી હતી. તેના અધ્યક્ષ ટીએમસીના ધારાસભ્ય અર્જૂન સિંહ હશે. નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં બિહારી રાષ્ટ્રીય સમાજના કાર્યક્રમને સંબોધિત કરતા મમતા બેનર્જીએ જણાવ્યું કે તેઓ હિંદી બોલનારા લોકો માટે ખાસ લગાવ મહેસૂસ કરે છે. પ્લીઝ મને તમારી પુત્રીની જેમ સમજો. આ અવસરે તેમણે ટીએમસીની હિંદી વિંગની સ્થાપનાની પણ જાહેરાત કરી અને સાથે જણાવી દીધું કે તેઓ ટૂંક સમયમાં જ રાજ્યમાં એક હિન્દી યુનિવર્સિટીની સ્થાપશે.
હકીકતમાં મમતા બેનર્જીએ આ દાવ સમજી વિચારીને ફેંક્યો છે. બંગાળમાં લગભગ ૨૦ ટકા અન્ય ભાષા બોલતા લોકો છે. આ વસ્તીમાં સોથી મોટો વર્ગ ભાજપ સમર્થક ગણાય છે. પરંતુ હવે ટીએમસીના સૂત્રોનું માનવું છે કે તેનાથી ભાજપને મોટો ફટકો પડશે. આ ૨૦ ટકા વસ્તી બંગાળની અનેક બેઠકો પર હારજીતનું ગણિત બદલી શકે છે. દેશમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ લોકસભા બેઠકો પશ્ચિમ બંગાળમાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




