દોષિતે મહિલા મિત્રની મોર્ફ્ડ ન્યૂડ તસ્વીરને લોકોને ઈમેઈલ દ્વારા મોકલી હતી
કર્ણાટક,તા.૮
કર્ણાટકના પ્રથમ સાયબર ક્રાઇમ કેસમાં દોષી પુરવાર થવા પર એક ૪૦ વર્ષીય વ્યક્તિને ૨ વર્ષની સજા ફટકારવામાં આવી છે. દોષિતે પોતાની એક મહિલા મિત્રની મોર્ફ્ડ ન્યૂડ તસવીરને લોકોને ઇમેઇલ દ્વારા મોકલી હતી. એસીએમએમ પ્રથમની કોર્ટે બાગલકોટ નિવાસી શિવપ્રસાદ સજજન પર ૨૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટમાં સાયબર ક્રાઇમ સ્ટેશન બન્યાના ૧૭ વર્ષ બાદ આ નિર્ણય આવ્યો છે. સીઆઇડી ઓફિસર્સે આ કેસની તપાસ કરી એક ચાર્જશીટ ફાઇલ કરી છે.
બેંગ્લુરૂની એક પ્રાઇવેટ આઈટી કંપનીમાં કાર્યરત સજ્જન સામે ૨૦૦૮માં એક મહિલાએ તેની મોર્ફ્ડ ફોટો બનાવવાની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ કેસમાં સજ્જનની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ કેસ સીઆઈડીને ટ્રાન્સફર કરાયો હતો અને સજ્જન વિરુદ્ધ આઇટી એક્ટની કલમ ૬૭ હેઠળ કેસ દાખલ કરાયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે સજ્જને રાજાજીનગરના એક સાયબર કેફેથી આ ફોટોસ મેઈલ કર્યો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘તે સમયે દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા ન હતા. કેફેના સંચાલકોએ પણ નામ અને કોન્ટેક્ટ ડિટેલ્સ નોંધી ન હતી. અમે મેઇલથી તેને ટ્રેક કર્યો હતો.’ આૅફિસરે જણાવ્યું કે, ‘સજ્જન અને મહિલા બેંગ્લુરુના એક કોલેજમાં ભણતા હતા અને મિત્રો હતા. જો કે બંને વચ્ચે અનેક વાત પર મતભેદ થતા હતા. મહિલાને બેંગ્લુરુમાં જોબ ન મળી, તો તે દિલ્હી સ્થિત તેના ઘરે જતી રહી હતી. સજ્જને તેને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી તેના કમ્પ્યૂટર પર તેનો બોગસ ફોટો બનાવી ફોટોને મહિલા અને તેના મિત્રોને મોકલ્યા હતા. ‘
સૂત્રો અનુસાર, જામીન પર બહાર આવ્યા બાદ સજ્જને તેની નોકરીમાંથી રાજીનામું આપ્યું અને પોતાનો કેસ લડવા માટે તેણે એલએલબીનો અભ્યાસ શરૂ કર્યો. આ કેસના ફોલોઅપ માટે મહિલાના પિતા દિલ્હીથી બેંગ્લુરુ આવતા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




