મુંબઈમાં ભારે વરસાદઃ હવે પાક્કુ… સૌરાષ્ટ્રમાં તોફાની બેટીંગ કરશે મેઘરાજા

0
29
૬ ઈંચ વરસાદથી મુંબઈ-થાણે જળબંબાકારઃ ગઈકાલ રાતથી વરસાદ પડે છે, આજે સવારે પણ ચાલુઃ ટ્રેનો મોડીઃ જનજીવન ખોરવાયુઃ દિલ્હી-પશ્ચિમ યુપીમાં ભીષણ ગરમીઃ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીઃ હવે ધરાને તૃપ્ત કરી દેવા મેઘરાજાએ શરૂ કરી તૈયારીઃ મુંબઈમાં પણ ૨૪ થી ૪૮ કલાક ભારે વરસાદનો ખતરો: ઉમરગામમાં તોફાની વરસાદથી ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિઃ ૧૫ દિવસમાં ૫૦ ઇંચ વરસાદ પડી ગયો
દેશના અનેક રાજ્યોમાં છેલ્લા ૨૪ કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં ગઈકાલ રાતથી શરૂ થયેલો વરસાદ આજે સવારે પણ ચાલુ છે. થાણેમાં ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે શહેરનું જનજીવન ઠપ્પ થઈ ગયુ છે. આ સિવાય દક્ષિણ ગુજરાત, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયુ છે. વિદર્ભ મરાઠવાડા, અકિલા તેલંગણા અને ઉત્તર આંધ્રપ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે, પરંતુ દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હજુ ભીષણ ગરમી ચાલુ રહેશે. મુંબઈમાં ગત રાત્રીથી જોરદાર વરસાદ પડી રહ્યો છે. આજે પણ આ લખાય છે ત્યારે વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેનો મોડી દોડી રહી છે. લોકમાન્ય તિલક ટર્મીનસની પાસે રેલ્વે કોલોની તળાવમાં ફેરવાય ગઈ છે. થાણેમાં ૧૪૨ મી.મી. વરસાદ નોંધાયો છે. આજે સવારે ૧ કલાકમાં ૧ ઈંચ પડયો હતો. પંછાપકડી અને વંદના બસ સ્ટોપ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદને કારણે મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. અનેક શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મુંબઈમાં હજુ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. પરેલ, ધારાવી, માટુંગા, કિંગ સર્કલ, ડોંબીવલી, કલ્યાણમા પણ પાણી ભરાયા છે. બુધવાર સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. દરમિયાન વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમા ૧૨ થી ૧૩ તારીખ સુધીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. ભાવનગર અને અમરેલીમાં પણ ભારે વરસાદ પડવાની શકયતા છે. ગીર સોમનાથમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં હવે મેઘરાજા ગમે ત્યારે તોફાની બેટીંગ શરૂ કરી તેવી શકયતા છે. દક્ષિણ ગુજરાતના ઉંમર ગામમાં હજુ જળબંબાકાર જેવી સ્થિતિ યથાવત રહી છે. વલસાડમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા છે. ઉંમર ગામમાં ૨૪ કલાકમાં ૧૪ ઈંચ પાણી પડતા પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. દરમિયાન મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ભોપાલમાં ગઈકાલે સાંજે ભારે વરસાદ પડતા જનજીવન ખોરવાય ગયુ હતું. દિલ્હીમાં અને પશ્ચિમ યુપીમાં હજુ ભીષણ ગરમી પડી રહી છે. સ્કાયમેટની આગાહી છે કે, દક્ષિણ ગુજરાત, કોંકણ અને ગોવામાં મધ્યમથી ભારે વરસાદ પડશે. કર્ણાટક અને કેરળમાં પણ વરસાદની આગાહી છે. હવામાન ખાતાએ મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં ૨૪થી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY