માછલીનું વજન ૨૭૮ કિલોગ્રામ હતુ
ટૉક્યો,તા.૫
જાપાનની સૂશી રેસ્ટોરાં ચેનના માલિકે ટોક્યોના એક માછલી બજારમાંથી શનિવારે એક મોટી ટૂના માછલી ખરીદી હતી જેની કિંમત ૨૨ કરોડ હતી. ગત વર્ષ અંતિમ દિવસોમાં વિશ્વપ્રસિદ્ધ શુકીજી માછલી બજારની જગ્યાએ તૈયાર કરાયેલા આ નવા બજારમાં નવા વર્ષના એક દિવસ પહેલા આ માછલીની હરાજી થઇ હતી, જેમાં આ માછલીને રેકોર્ડ કિંમતમાં ખરીદવામાં આવી હતી.
આ ટૂના માછલી જાપાનનાં ઉત્તરીય તટ પાસેથી પકડવામાં આવી હતી, જેનું વજન ૨૭૮ કિલોગ્રામ હતું, આ માછલીની હરાજીની કિંમત ૩૩.૩૬ કરોડ યેન એટલે કે ૨૧.૫ કરોડ રૂપિયા પર ઉપજી હતી.
ટૂના એક લુપ્ત પ્રજાતિ છે. ટૂના કિંગના નામથી પ્રખ્યાત કિયોશી કિમુરાએ આ કિંમત ચૂકવી હતી. અગાઉ સૌથી મોંધી માછલી ૧૫.૫ કરોડ રૂપિયા વેચાઇ હતી.આ કિંમત પણ ૨૦૧૩માં કિમુરાએ જ ચૂકવી હતી. સૂશી રેસ્ટરાં ચેનના માલિકે જણાવ્યું હતું કે, આ સર્વોત્તમ ટૂના છે. હું એક સ્વાદિષ્ટ, અત્યંત સારી ટૂના માછલી ખરીદવામાં સફળ રહ્યો. કિમુરાએ હરાજી બાદ જણાવ્યું હતું કે, જે કિંમત વિચારી હતી તેનાથી વધુ બોલી ઉંચી રહી હતી, પરંતુ મને આશા છે કે અમારા ગ્રાહકો આ ઉમદા ટૂના માછલીનો સ્વાદ માણી શકશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



