દેશની સૌથી મોટી સમસ્યા બેરોજગારીઃ ગડકરી

0
5

કેન્દ્રીય મંત્રીએ ફરી પોતાની જ સરકાર પર ‘નિશાન’ તાંક્યું
મુંબઈ,તા.૫
બેરોજગારી એ દેશની સૌથી મોટી સમસ્યા હોવાનું કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું. નાગપુરમાં આયોજિત યુથ એમ્પાવરમેન્ટ સમિટ (યુવા સશક્તિકરણ શીખર)માં તેઓ બોલી રહ્યા હતા. રોજગાર નિર્માણ કરવા અંગે બોલતા ગડકરીએ જણાવ્યું હતું કે બેરોજગારીની સમસ્યાનો ઉકેલ લાવતી વખતે દરેક જણને નોકરી મળે એ શકય નથી, કારણ કે રોજગાર અને નોકરીમાં તફાવત છે. નોકરીમાં મર્યાદા આવી જાય છે, તેથી રોજગારનું નિર્માણ કરવું એ સરકારની નાણાકીય નીતિનો મુખ્ય ભાગ છે. દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં રોજગારની તકોનું નિર્માણ કરવા અંગે વિચારવાની જરૂર છે.
પ્રધાને દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સરકારે છેલ્લા ચાર વર્ષમાં વિદર્ભ અને ખાસ કરીને નાગપુરમાં નોકરીઓ નિર્માણ કરી છે. સાથે જ તેમણે મલ્ટિમોડેલ ઇન્ટરનેશનલ કાર્ગો હબ ઍન્ડ ઍરપોર્ટ (એમઆઇએચએએન), બુટિબોરી એમઆઇડીસી વિસ્તાર અને નાગપુર મેટ્રો રેલનું ઉદાહરણ આપ્યું હતું. મુખ્ય પ્રધાન અને હું અમે બંને નાગપુરના જ છીએ. અમે વિદર્ભના ઓછામાં ઓછા ૫૦,૦૦૦ યુવાનોને રોજગાર ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. અગાઉથી જ ૨૭,૦૦૦ યુવાનોને વિવિધ માર્ગે રોજગારની તક મળી ચૂકી છે અને આગામી વર્ષમાં ૫૦,૦૦૦નો આંકડો પાર થઇ જશે. રોજગારનું નિર્માણ કરવા માટે ઉદ્યોગ જરૂરી છે તે માટે વીજળી, પાણી અને રસ્તાની આવશ્યક સુવિધા ઊભી કરવાની દિશામાં સરકાર કાર્યરત છે. વિદર્ભમાં સરકાર વધારેમાં વધારે વીજ પુરવઠો પૂરો પાડવા માટે તેમ જ એક લાખ કરોડની કિંમતના રસ્તાનું કામ ચાલું છે. રાજ્યમાં અંદાજે એક લાખ કરોડની સિંચાઇ યોજના પર કેન્દ્ર સરકાર કામ શરૂ કરનાર હોવાનું ગડકરીએ જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY