‘યોગી’એ જાપાનમાં ચૂંટણી જીતી ઈતિહાસ સર્જ્યો

0
10

ટોક્યો,તા.૨૪
ભારતીય મૂળના એક જાપાની વ્યક્તિએ ટોક્યોના ઈદોગાવા વોર્ડ એેસેમ્બલી ચૂંટણી જીતીને ઈતિહાસ સર્જ્યો છે. જાપાનની અત્યાર સુધીની ચૂંટણીમાં કોઈ પણ ભારતીય વિજયી બન્યો નથી. જાપાનનું નાગરિકત્વ ધરાવતા પુરાણિક યોગેન્દ્ર (૪૧)ને કુલ ૨,૨૬,૫૬૧ મતોમાંથી પાંચમાં સૌથી વધારે ૬,૪૪૭ મત મળ્યા હતા. લોકો તેમને પ્રેમથી ‘યોગી’ નામથી બોલાવે છે.
જાપાનમાં ૨૧મી એપ્રિલે સંયુક્ત સ્થાનિક ચૂંટણી માટે મતદાન થયું હતું. જાપાનની કોન્સિટટ્યૂશનલ ડેમોક્રેટિક પાર્ટીનાં સમર્થનથી વિજય મેળવનારા ‘યોગી’એ આ અંગે જણાવ્યું હતું કે ‘હું જાપાનીઓ અને વિદેશીઓ વચ્ચે મધ્યસ્થીનો સેતુ બનવાનું કામ કરવા માગું છું.’ ઈદોગાવા વોર્ડ એવો વિસ્તાર છે જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો વસવાટ કરે છે. જાપાનમાં રહેતા ભારતીયોની કુલ સંખ્યા ૩૪ હજાર છે. ઈદોગાવા વોર્ડમાં ચીની અને કોરિયન લોકોની સંખ્યા પણ ઘણી વિશાળ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY