દિલ્હીની વિશેષ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં માલ્યાને સમન ફટકાર્યું

0
106

ન્યુ દિલ્હી,તા.૩૦
૨૭મી આૅગષ્ટે હાજર થવા ફરમાન
દિલ્હીની એક વિશેષ કોર્ટ મની લોન્ડરિંગ કેસમાં ભાગેડું ઉદ્યોગપતિ વિજય માલ્યાને ૨૭ ઓગસ્ટના હાજર થવા નોટિસ જાહેર કરતી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભાગેડુ આર્થિક ગુના માટેના બિલ ૨૦૧૮ અંતર્ગત કોર્ટમાં અરજી કરી હતી જેને આધારે માલ્યેને સમન મોકલવામાં આવ્યું છે. આ બિલને લીધે માલ્યાની રૂ. ૧૨,૫૦૦ કરોડની સપંત્તિ જપ્ત કરવાની છે.
૬૨ વર્ષીય લિકર બેરોન વિજય માલ્યા પર ૯,૦૦૦ કરોડથી વધુનું દેવું છે. માલ્યાએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે મે સરકારી બેન્કોના નાણાં પરત કરવા પુરતા પ્રયાસ કર્યા પરંતુ રાજકારણથી પ્રેરિત કોઈ પરિબળ આમા સામેલ થાય તો હું કંઈજ ના કરી શકું.
માલ્યાએ દાવો કરતા જણાવ્યું કે મે ભારતમાં સરકારી બેન્કોનું દેવું નહીં ચુકવવા અંગે ૨૦૧૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી અરુણ જેટલીને પત્ર લખીને મારો પક્ષ રજૂ કર્યો હતો, જે અંગે બન્નેમાંથી કોઈએ પ્રતિક્રિયા આપી નહતી.
માલ્યાએ જણાવ્યું કે, ‘નેતા અને મીડિયા મારા પર એવા આક્ષેપો કરે છે કે હું કિંગફિશર એરલાઈનને આપેલા રૂ.૯,૦૦૦ કરોડ લઈને ભાગી ગયો છું. ધિરાણ આપનાર કેટલીક બેન્કોએ મને વિલફુલ ડિફોલ્ટર (જાણી જાઈને ઋણ નહીં ચુકવનાર) જાહેર કરી દીધો. મને વિલફુલ ડિફોલ્ટરનો પોસ્ટર બોય બનાવી દેવાયો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY