ગાંધીનગર,તા.૫
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી ટ્રાફિક નિયમન પોલિસીનો ઉમેરો કરવાનું નક્કી કર્યું છે અને આ હેતુથી તેમણે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી એક્સપર્ટના આધારે ટૂંક સમયમાં ટ્રાફિકનો અભ્યાસ કરીને ડ્રાફ્ટ બનાવવાની સૂચના આપી છે.
ગુજરાતના શહેરોમાં વાહનોની સ્પીડ ૨૦ કિલોમીટરથી પણ ઓછી થઈ છે, કારણ કે માર્ગો પર વાહનોના પા‹કગના કારણે વાહનચાલકોને સ્પીડ મળતી નથી. પા‹કગ માટે પણ જાગૃતિ નહીં હોવાથી સરકાર તેના માટે પગલાં ભરી રહી છે. વાહનવ્યવહાર વિભાગના અધિકારીએ કÌšં હતું કે નવી ટ્રાફિક પોલિસીમાં પા‹કગ અંગેના નિયમો પણ બનાવવામાં આવશે કે જેથી માર્ગો પર અડચણ આવે તેવું પા‹કગ ચલાવી લેવામાં આવશે નહીં. આ સિસ્ટમમાં ઈ-મેમોની પ્રથા દાખલ કરવામાં આવશે.
ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં તો ટ્રાફિક નિયમનની મુશ્કેલી છે. એ ઉપરાંત રાજ્યના બીજા નાના શહેરો કે જ્યાં નગરપાલિકા છે તેવા ૧૬૦ શહેરોને પણ નવી પોલિસીમાં આવરી લેવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુએ કÌšં હતું કે નવી ટ્રાફિક પોલિસી પછી શહેરોમાં માર્ગો પર વાહનોને લેનમાં ચલાવવાનો આગ્રહ રખાશે. જરૂરિયાત વિના હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ મૂકાશે. એ ઉપરાંત ટ્રાફિક સેન્સ કેળવાય તે માટેના પોલીસે લેવા ધારેલા પગલાંનો પણ પોલિસીમાં ઉમેરો કરાશે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



