ટ્રેનમાં બિલ નહીં આપનારા કેટરરે યાત્રિકને મફત ભોજન આપવું પડશે

0
108

ન્યુ દિલ્હી,
તા.૧૩/૪/૨૦૧૮

રેલ મંત્રી પિયુષ ગોયલે કેટરિંગ કંપનીઓ સાથેની ચર્ચા દરમ્યાન સ્પષ્ટતા કરી

રેલવેનો કોઈ કેટરર જા ગ્રાહકને ભોજનનું બિલ નહીં આપે તો તેણે મફતમાં ભોજન આપવું પડશે. રેલ મંત્રી પિયુષ ગોયલે કેટરિંગ કંપનીઓ સાથે ચર્ચા દરમિયાન આ સ્પષ્ટતા કરી હતી. થાણેમાં ઉપવાસ દરમિયાન રેલ ભવનમાં રહેલા કેટરિંગ કોન્ટ્રાકટરોને વીડિયો કોન્ફરન્સ મારફત સંબોધિત કરતાં ગોયલે કહ્યું કે ભોજનની ગુણવત્તા અને કિંમતને લઈને કોઈ સમજૂતિ કરવામાં નહીં આવે. સાથોસાથ આ બન્ને મામલાથી અલગ અલગ રીતે ઉકેલ લવાશે. તેમણે સ્પષ્ટ કયુ કે ભલે વ્યંજન સંખ્યામાં ઓછા હોય પરંતુ તેની ગુણવત્તા ઉચ્ચ સ્તરની હોવી જાઈએ. આ પ્રકારે પ્રત્યેક ઠેકેદાર માટે ભોજનનું મેન્યુ તથા બિલ આપવું અનિવાર્ય છે. બિલ ન આપવા પર તેને ભોજનનું મૂલ્ય વસૂલવાનો કોઈ અધિકાર નહીં રહે. તેમણે બિલ ચૂકવણા રસિદ બનાવવા માટે કેટરિંગ સર્વિસ કર્મીઓને પીઓએસ મશીનો આપવાની સાથે શ્રે સુવિધાઓ પૂરી પાડવા પર જાર આપ્યું હતું.

ગોયલે રેલવે બોર્ડ અધિકારીઓને પણ અમુક નિર્દેશ આપ્યા હતાં. તેમણે કેટરિંગ દરનો માસ્ટર પ્લાન બનાવવા ઉપરાંત વચ્ચેથી કેટરિંગ કોન્ટ્રાકટ તોડવા ઈચ્છુક કેટરર્સ માટે એકિઝટ પોલિસી તૈયાર કરવા માટે કહ્યું છે. એટલું જ નહીં તેમણે આવા કેટરિંગ કર્મીઓને બ્લેક લિસ્ટ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે જે યાત્રિકો પાસેથી ટીપ વસૂ છે. તેમણે ટીપ સિસ્ટમને રેલવેમાંથી સંપૂર્ણ રીતે સમા કરવા પર જાર આપ્યું હતું. ગોયલનું કહેવું હતું કે યાત્રિકો તરફથી થનારી તમામ ફરિયાદોને સાર્વજનિક કરવી જાઈએ અને ભ્રષ્ટ ગતિવિધિઓમાં લિ ઠેકેદારો વિરુદ્ધ સખત કાર્યવાહી કરી તેને તેની જાણકારી અપાવી જાઈએ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY