
રાજકોટ,તા.૧૧
રાજકોટમાં ડિમોલિશનમાં ભાજપ અગ્રણી દિનેશ કારીયાને કાયદાનું ભાન કરાવનાર એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.પી. સોનારાની રાજકીય ઇશારે આઇબીમાં બદલી કરવામાં આવી છે. જેના વિરોધમાં આજે આહીર સમાજના લોકો દ્વારા કોઠારિયા હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. હાઇવે પર ટ્રાફિકજામ સર્જાતા પોલીસે લોકોને સમજાવીને હાઇવે પરથી હટાવી લેવામાં આવ્યા હતા.
પીઆઇ બી.પી. સોનારાની બદલી રોકવા આગાઉ પણ આહિર સમાજ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ રાજકોટમાં લોકો દ્વારા સોશિયલ મીડિયામાં ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે. સિહોર પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ બટુકભાઇ કે જેઓ થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયા છે. તેઓએ ગૃહ વિભાગમાં લેખિતમાં રજૂઆત કરી ચિમકી ઉચ્ચારી છે કે બદલી પાછી ખેચવામાં નહીં આવે તો રાજકોટ-અમદાવાદ હાઇવે પર આત્મવિલોપન કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




