અમેરિકાએ સાથેના ટ્રેડ વોરની અસર!!,પહેલા બે ક્વાર્ટરમાં ગ્રોથ રેટ ૬.૮,૬.૭ ટકા હતો ચીનનો જીડીપી ગ્રોથ રેટ નવ વર્ષના સૌથી નીચા સ્તરે : ૬.૫ ટકા નોંધાયો

0
66

મુંબઈ,તા.૧૯
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરની ચીનના અર્થતંત્ર પર માઠી અસર પડી રહી છે. ચીનનો જીડીપી ગ્રોથ રેટ છેલ્લા ૯ વર્ષના સૌથી નીચલા સ્તર પર આવી ગયો છે. ચીન સરકર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે જુલાઈથી સપ્ટેમરના ત્રિમાસીક ગાળામાં ચીનનો જીડીપી ગ્રોથ લગભગ ૬.૫ ટકા હતો. જ્યારે અગાઉના ત્રિમાસિક ગાળમાં ચીનનો ગ્રોથ રેટ ૬.૮ ટકાથી ૬.૭ ટકા રહ્યો હતો.
ચીનના નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિકના જણાવ્યા અનુંસાર વૈશ્ચિક અર્થવ્યવસ્થાઓ પર છવાયેલા સંકટના કારણે જીડીપી ગ્રોથ રેટમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે બ્યૂરેએ આ ઘટાડા પાછલ અમેરિકી પ્રભાવની સાથો સાથ ચીન સરકાર પર સતત વધી રહેલા દેવાને પણ જવાબદાર ગણ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચીન દુનિઓયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને સતત બગડે રહેલી વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે ચીનની જીડીપી નકારાત્મક પ્રદર્શન કરી રહી છે.
ચીનની સરકારના પ્રવક્તા માઓ શેંગયાંગે સ્વિકાર્યુ છે કે, ટ્રેડ વોરના કારણે ચીનની સ્થિતિ કથળી રહી છે. ઘર આંગણે ચીનની સરકારને આર્થિક સુધારાઓ અને વિકાસના લક્ષ્યાંકને આગક ધપાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેવી જ રીતે ટ્રેડ વોરની ગંભીર અસર ચીન પર એટલા માટે પણ પડી રહી છે કારણ કે, તે સતત વધતા જતા દેવાના સંકટમાં છે અને મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સ માટે રોકાણની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
જાકે આ સપ્તાહે યોજાયેલી ચીન સરકારની કેબિનેટ બેઠકમાં દાવો કરવામાં આવ્યો છે કે તે ગમે તે પરિસ્થિતિમાં મોટા ગજાના ઈન્ફ્રા પ્રોજેક્ટ્‌સ માટે રોકાણની વ્યવસ્થા સુનિશ્ચિત કરી લેશે. પરંતુ વૈશ્વિક સ્તર અપ્ર જાણકારોનું કહેવું છે કે, આગામી એક વર્ષ સુધી ચીનની સરકાર માટે આમ કરવું મુશ્કેલ નહીં રહે.
તેવી જ રીતે અમેરિકા સાથેનો સતત ટ્રેડ બેરિયર વધાર્યા બાદ જ્યાં તે પોતાની એક્સપોર્ટથી થનારી આવકમાં મોટું ગાબડું જાઈ રહ્યું છે. આ સ્થિતિમાં ચીનને વ્યાપાર ખાધ પર નિયંત્રણ મેળવવા માટે માત્ર ખરીદદાર દેશો પાસેથી જ મદદની આશા છે. અમેરિકાએ ચીની માલસમાનો પર આકરી ડ્યુટી લાદીને તેના તેના અર્થતંત્રને જારદાર ફટકો માર્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY