ટ્રકમાં સળિયાની આડમાં લઇ જવાતો રૂ.ર૪ લાખનો દારૂ ઝડપાયો

0
76

અમદાવાદ,
તા.૨૪/૦૩/૨૦૧૮

રાજ્યમાં થતી દારૂની હેરફેરને રોકવા અમદાવાદ ગ્રામ્ય આરઆર સેલની ટીમે સપાટો બોલાવતા દારૂનો જથ્થો ભરેલી વધુ એક ટ્રકને શુક્રવારે બગોદરા-રોહીકા ત્રણ રસ્તા પાસેથી ઝડપી લીધી હતી. ટ્રકમાં સળિયાની આડશમાં આ દારૂનો જથ્થો છૂપાવી લઇ જવાતો હતો. પોલીસે રૂ.ર૪ લાખના દારૂના જથ્થા સાથે બે શખસની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, કોમ્બંગ નાઇટ દરમ્યાન અમદાવાદ ગ્રામ્ય આરઆર સેલના પીઆઇ બી.એસ. રાઠોડ અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમ્યાનમાં બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની ટ્રકમાં દારૂ રાજકોટ તરફ જવાનો છે જેના આધારે બગોદરા-રોહીકા ત્રણ રસ્તા પાસે આરઆર સેલની ટીમે વોચ ગોઠવી હતી.

મળેલ બાતમી મુજબની રાજસ્થાન પાસિંગની ટ્રક આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રક ચાલકે ટ્રકને રાજકોટ તરફ પુરપાટ ઝડપે હંકારી મુકી હતી. બગોદરા ત્રણ રસ્તા પાસે પેટ્રોલિંગમાં હાજર બગોદરા પોલીસને માહિતી આપતા પોલીસે ટ્રકને રોકી લીધી હતી. પોલીસે ટ્રકના ડ્રાઇવર-ક્લનરની ધરપકડ કરી હતી.

ટ્રકમાં તપાસ કરતા સળિયાની આડશમાં અંદાજીત રૂ.ર૪ લાખની કિંમતનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પુછપરછમાં દારૂનો જથ્થો રાજસ્થાનનાં ચીકાડા ગામે રહેતા નાસિર નામના શખસે ભરાવ્યો હતો. આ દારૂ રાજકોટ તરફ લઇ જવાનો હતો કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

ઓઢવમાં ફલેટના પાર્કિંગથી રૂ.૧.૦પ લાખનો દારૂ ઝડપાયો

ડીસીપી ઝોન-પ સ્કવોડની ટીમે શુક્રવારે રાત્રે ઓઢવ વિસ્તારમાં આવેલા સુહાસ ફલોરમ એપાર્ટમેન્ટના પા‹કગમાંથી રૂ.૧.૦પ લાખનો દારૂ ઝડપી લીધો હતો. પોલીસને બાતમી મળી હતી કે, ઓઢવ તક્ષશીલા હેબિટેકમાં રહેતો ભગીરથ બિશ્નોઇ અને બાપુનગર રાધાક્રિષ્ન નગરમાં રહેતો અરૂણ ભટ્ટ એક લોડિંગ રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો સગે વગે કરવાનો છે જેના આધારે તેઓની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો ક્્યાંથી લવાયો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે કુલ રૂ.૧.પ૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY