બે લેડી ડોક્ટરની ટેક્સ ચોરી…દર્દી પાસેથી ફી વધુ વસૂલી આવક ઓછી બતાવી

0
79

રાજકોટ,
તા.૨૪/૦૩/૨૦૧૮

રાજકોટના બે ગાયનેકોલોજિસ્ટ ડો.નીતા ઠક્કર અને ડો.અમિતા ભટ્ટ તેમજ પેથોલોજિસ્ટ ડો.જયપ્રકાશ ભટ્ટ દર્દી પાસેથી પૂરી ફી લઈ ચોપડે ઓછી આવક બતાવી ઈન્કમટેકસ ચોરી કરતા હોવાનું આવકવેરાની તપાસમાં ખુલ્યું છે. શુક્રવારે રેન્જ ૨ ની ટીમે આ બન્ને તબીબોને સવારથી તપાસ કરી હતી. જે મોડીરાત સુધી તપાસ ચાલી. તપાસ દરમિયાન આવક-જાવકના હિસાબો અને દસ્તાવેજા કબજે કર્યા છે. જેની ચકાસણી હવે કરવામાં આવશે.

માર્ચ માસ પૂરો થવાને હવે માત્ર એક સપ્તાહ જ બાકી છે. માર્ચ એન્ડંગમાં નિયમ મુજબ રિટર્ન ફાઈલ કરવું અને ટેક્સ ભરવું ફરજિયાત છે. જે લોકોની આવક કરપાત્ર હોવા છતા રિટર્ન ફાઈલ નથી કરતા તેઓને સરવે શરૂ કર્યો છે. જે અંતર્ગત રાજકોટના ગાયનેકોલોજિસ્ટ ડો.નીતા ઠક્કર અને અમિતા ભટ્ટને તપાસ કરવામાં આવી.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ બન્ને ડોક્ટર દર્દી પાસેથી પૂરી ફી વસૂલતા હતા અને ચોપડે આવક ઓછી બતાવતા હતા અને ટેક્સ પણ સમયસર ભરતા ના હતા. આવકવેરાની કુલ ૪ ટીમ તપાસમાં રોકાઈ છે. જેમાં ફ્લોરન્સ હોસ્પટલ, આગમન હોસ્પટલ, જયપ્રકાશ ભટ્ટની લેબોરેટરી સહિત કુલ બે લેબોરેટરી ખાતે તપાસ કરવામાં આવી છે. આવક-જાવકના દસ્તાવેજા કબજે કરવામાં આવ્યા છે. જેની ચકાસણી હવે કરવામાં આવશે. તપાસ દરમિયાન બન્ને હોસ્પટલમાંથી લાખો રૂપિયાની કરચોરી પકડાઈ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY