ફરી એકવાર ટ્રમ્પ-કિમ જાંગની મુલાકાતના દ્વાર ખૂલ્યા

0
322

વાશિંગ્ટન,તા.૨૭
અમેરિકન રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયન સરમુખત્યાર કિમ જાંગ-ઉન વચ્ચે સિંગાપુરમાં પ્રસ્તાવિત મુલાકાત હજુપણ થઇ શકે છે. ટ્રમ્પે રવિવારે ટિવટ કરીને કહ્યુ કે તેઓ ઉત્તર કોરિયા સાથે ફરીથી મુલાકાતને લઇને વાત કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે જો મુલાકાત થાય છે તો સ્થળ સિંગાપુર અને તારીખ ૧૨ જૂન જ રહેશે. જાકે, જરૂર પડશે તો તેમણે તારીખ આગળ કરવાની આશંકા પણ દર્શાવી. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે કિમ જાંગના નામે લખેલા પત્રમાં ટ્રમ્પે કહ્યુ હતું કે ઉત્તર કોરિયાના ભડકાઉ વલણને કારણે ૧૨ જૂને થનારી મુલાકાત રદ કરી રહ્યા છીએ. જોકે, તેના એક દિવસ પછી જ તેમણે ફરી યોગ્ય સમયે મુલાકાત કરવાની વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ તરફથી પત્ર જાહેર કર્યા બાદ ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ કિમ જાંગ-ઉનનું નિવેદન પણ જાહેર કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે કિમ અમેરિકાની સાથે કોઇપણ સંજાગોમાં ૧૨ જૂનની મુલાકાતમાં ભાગ લેવા માંગે છે. ઉત્તર કોરિયાના ઉપ વિદેશ મંત્રી કિમ કાએ-ગ્વાને પણ અમેરિકાના ફેંસલા પર નિરાશા દર્શાવતા કહ્યુ હતું કે ક્યારેય પણ અને કોઇપણ પરિસ્થિતિમાં અમેરિકા સાથે મુલાકાત માટે તૈયાર છીએ.
ઉત્તર કોરિયાના આ જ પગલાંઓ પછી ટ્રમ્પે શુક્રવારે એકવાર ફરી કિમ સાથે મુલાકાતની આશા દર્શાવી. તેમણે સારા વ્યવહાર માટે ઉત્તર કોરિયાની પ્રશંસા પણ કરી હતી. વ્હાઇટ હાઉસે મુલાકાતના આયોજન માટે એક દળને સિંગાપુર પણ મોકલ્યું છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY