લાંબી અડચણો બાદ ટ્રમ્પ-પુતિન વચ્ચે ૧૬ જુલાઈએ મુલાકાત થશે

0
69

વાશિંગ્ટન/માસ્કો,તા.૨૯
લાંબી અડચણો બાદ અમેરિકાના રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટપ્રમુખ વ્લાદીમિર પુતિન વચ્ચે ૧૬મી જુલાઈએ મુલાકાત નિર્ધારીત કરવામાં આવી છે. આ મુલાકાત ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં થશે. આ મુલાકાત ૧૧ અને ૧૨ જુલાઈએ આયોજિત થનારા નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઈઝેશન નાટોના શિખર સંમેલન બાદ થશે. આ જાણકારી રશિયન સંસદ ક્રેમલિન અને અમેરિકાના રાષ્ટપ્રમુખ કાર્યાલય વ્હાઈટહાઉસે આપી છે.
ટ્રમ્પ અને પુતિન વચ્ચે અમેરિકા અને રશિયાના સંબંધો તથા રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર વાતચીત થશે. પુતિન અને અમેરિકાના એનએસએ જોન બોલ્ટનની મુલાકાત બાદ ક્રેમલિન વિદેશ નીતિના સહયોગી યુરી ઉશકોવે કહ્યુ છે કે આ સમિટ બંને દેશોની પરસ્પર સંમતિથી કોઈ ત્રીજા દેશમાં આયોજિત કરવામાં આવશે. તેની તૈયારી માટે વધુ કેટલાક સપ્તાહની જરૂર હશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY