ભાજપે કેજરી સરકાર પર વીજ વિતરણમાં ૮૦૦ કરોડનો ગોટાળાનો આરોપ મૂક્યો

0
100

ભાજપે સીબીઆઈ તપાસની માંગ કરી
ન્યુ દિલ્હી,તા.૨૯
દિલ્હીમાં સત્તાસીન આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલની સરકાર પર ભાજપે એક મોટા ગોટાળાનો આરોપ લગાવ્યો છે. ભાજપે કેજરીવાલ સરકાર પર વીજળી વિતરણ કંપનીઓ સાથે મળીને વીજળી કનેક્શનનો લોડ વધારવાના નામે આઠસો કરોડ રૂપિયાનો ગોટાળો કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે આખા મામલાની સીબીઆઈ તપાસ કરાવવાની અને ગ્રાહકો પાસે વસૂલવામાં આવેલા વધારાના નાણાં પાછા આપવાની માગણી કરવામાં આવી છે. ગત કેટલાક વર્ષોથી આને લઈને ઔદ્યોગિક સંગઠન અને અન્ય લોકો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
હવે આ મામલામાં ભાજપના સામેલ થવાને કારણે દિલ્હી સરકાર અને વીજળી વિતરણ કંપનીઓ ડિસ્કોમની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે. દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ મનોજ તિવારીએ કહ્યુ છે કે આરટીઆઈ દ્વારા મળેલી જાણકારીથી કેજરીવાલ સરકાર અને ડિસ્કોમની મિલીભગત સામે આવી છે. પ્રતિ કિલોવોટ લોડના આધારે સ્થાયી શુલ્કમાં ધરખમ વધારો કરાયો છે.
આ સિવાય મનસ્વીપણે સ્વીકૃત લોડને ગ્રાહકોને આગોતરી જાણકારી વગર વધારી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યુ છે કે દિલ્હી સરકારની ભાગીદારીવાળી વીજ વિતરણ કંપનીઓ ગ્રાહકો પાસેથી લગભગ ત્રેવીસ હજાર મેગાવોટ લોડના આધારે સ્થાયી ચાર્જ વસૂલી રહી છે. આમ દિલ્હી સરકાર પ્રતિ માસ જનતા પાસેથી લગભગ ૨૩૦ કરોડ રૂપિયા ડિસ્કોમને અપાવી રહી છે. તેની સાથે ડિસ્કોમને એકસો કરોડ પ્રતિ માસની સબસિડી પણ અપાઈ રહી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY