તાજ મહેલ શિવ મંદિર છે,યોગીજી તેને તોડી પાડે : આઝમ ખાન

0
27

ઉ.પ્રદેશના પૂર્વ મંત્રી આઝમ ખાને નવો વિવાદ છંછેડ્યો
લખનઉ,તા.૨૯
રામ મંદિર પર ચાલી રહેલા વિવાદ પર હવે ઉ.પ્રદેશના પૂર્વ મંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને નવો વિવાદને છંછેડ્યો છે. તેમને તાજમહલના નામ પર રાજ્યની યોગી સરકાર પર કટાક્ષ કર્યો છે. ગુરૂવારે યોગી સરકાર પર કટાક્ષ કરતાં આઝમે કહ્યુ કે, તાજ મહેલ શિવજીનું મંદિર છે, મને આ વાત યોગીજીએ કહી છે. સરકારે તાજ મહેલ તોડી પાડે અને યોગીજી તેના માટે પહેલોં ઘા કરે, જે પછી બીજા ઘા હું કરીશ.
યોગી સરકાર પર કટાક્ષ કરતાં આઝમ ખાને કહ્યુ કે, શિવ જીનું મંદિર છે તાજ મહેલ, કેમકે મને તે વાત યોગીજી એ કરી હતી. એટલે ત્યાં શિવજીનું મંદિર બનવું જોઇએ એટલે એક એવો મુસલમાન કહી રહ્યો છે કે જેની સાથે ૧૦-૨૦ હજાર મુસલમાનો સાથે આવશે અને અહીં પહેલો ઘા યોગીજી કરશે જે પછી બીજા ઘા હું જ મારીશ.
આ અગાઉ પણ તાજ મહેલ પર વિવાદ થઈ ચુક્યો છે. અગાઉ યુપી ટૂરિઝમની જાહેર કરાયેલ માર્ગદર્શિકામાં રાજ્યમાં વિકાસ પરિયોજનાઓની યાદીમાં તાજ મહેલના નામનો સમાવેશ કરવામાં આવ્ય ન હતો. જે પછી વિપક્ષ દ્વારા આ મુદ્દે રાજ્ય સરકારની ઘણી ટીકા કરવામાં આવી હતી. જેના પર ભાજપ નેતા તરફથી વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. જે પછી હાલમાં રાજ્યમાં રામ મંદિરના કારણે ભારે વિવાદ ચાલી રહ્યો છે, તેમાં આઝમ ખાનનું તાજ મહેલ અંગેનું નિવેદન નવો વિવાદ શરૂ કરી શકે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY