‘તુમ તો ભૈયાજી હો’ કહીને ટોળાએ પરપ્રાંતિય યુવકને ઢોર માર માર્યો

0
8

અમદાવાદ,તા.૬
સાબરકાંઠાના ઢુંઢર ગામે ૧૪ મહિનાની બાળકી પર બળાત્કારની ઘટના પછી સમગ્ર રાજ્યમાં તેના ઊંડા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. આ ઘટનામાં પરપ્રાંતીય યુવાને દુષ્કર્મ કર્યો હોવાનું બહાર આવતાં રાજ્યના અનેક શહેરોમાં પરપ્રાંતીયો પર હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે.
અમદાવાદમાં કુબેરનગરમાં આઈટીઆઈ પાસે પરપ્રાતીય યુવકને લોકોના ટોળાએ રોકીને માર માર્યો છે. આ મામલામાં મળતી માહિતી પ્રમાણે સાયકલ પર જતા યુવકને લોકોના ટોળાએ ઘેરી લીધો હતો. જે પછી ટોળામાંથી અવાજ આવ્યો કે, ‘તુમ તો ભૈયાજી હો’ અને પછી તેને માર મારવામાં આવ્યો હતો. સરદારનગર પોલીસ સ્ટેશનમાં છ અજાણ્યા વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સાબરકાંઠામાંથી પણ મોટા પ્રમાણમાં બિહારી અને યુપીના લોકો આ વિસ્તાર છોડીને વતન તરફ જઇ રહ્યાં છે. જેના કારણે ઘણી ફેક્ટરીઓમાં મજૂરોની અછત લાગવા લાગી છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં પણ આ રીતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ બિન મરાઠીઓ સાથે આવું જ કર્યું હતું. જાકે, રાજ્ય સરકારે આ મામલે તાકીદની એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને આ ઘટનાઓની ગંભીરતાને જાતાં આવા હુમલા ન બને તે માટે કડક કાર્યવાહી કરવાની રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યના ડીજીપીને સૂચના આપી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY