પે એન્ડ યુઝ હેઠળ જેટલું અંતર એટલા જ ટોલનોનિયમ પણ લાગુ પડી જશે
ન્યુ દિલ્હી,તા.૨૨
નવી ટોલ નીતિ લાગુ થવા પર ટુ-લેનવાળા રાષ્ટ્રીય રાજમાર્ગો ઉપર ૪૦ ટકા સુધી ટોલ ઘટી શકે છે. આ સાથે જ પે એન્ડ યુઝ હેઠળ જેટલું અંતર એટલા જ ટોલનોનિયમ પણ લાગુ પડી જશે.
કેન્દ્ર સરકાર એક દશકા જૂની ટોલટેક્સ નીતિની સમીક્ષા કરી રહી છે. ટોલને આંતરરાષ્ટ્રીય એકમો અનુરૂપ બનાવવા માટે કન્સલ્ટન્ટ ડિસેમ્બરમાં રિપોર્ટ સોંપશે. સડક પરિવહન અને રાષ્ટ્રીય રાજમાર્ગ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે વર્ષ ૨૦૦૮માં લાગુ કરવામાં આવેલી ટોલ નીતિ આંતરરાષ્ટ્રીય એકમો ઉપર આધારિત નથી. હજુ બે, ચાર અને છ લેનના રાષ્ટ્રીય રાજમાર્ગો ઉપર પ્રતિ કિલોમીટરના ટેક્સ દરો એકસમાન છે જ્યારે બે લેનમાં ચાર અને છ લેનવાળા રસ્તા પર અપેક્ષાકૃત સુવિધાઓ ઓછી છે. આ ઉપરાંત અહી વાહનોની રદ્યતાર પણ ધીમી રહે છે. અનેક વખત જામનો સામનો પણ કરવો પડી રહ્યો છે. એટલા માટે સરકાર બે લેનના રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટોલટેક્સ ૪૦ ટકા ઓછો કરવા ઉપર વિચારણા કરી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



