ખાશોગીની હત્યાની તપાસમાં લક્ષ્મણ રેખા છે પ્રિન્સનું નામ : સાઉદી મંત્રી

0
28

રિયાધ,તા.૨૨
પત્રકાર જમાલ ખાશોગી મુદ્દે વિશ્વભરમાં રાજકારણ ગરમાયું છે. ખાશોગીની હત્યા મામલે સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને આ અંગે જવાબદાર ગણાવવાની માંગોની વચ્ચે સાઉદી અરબના વિદેશ મંત્રી અદેલ અલ-ઝુબૈરે જણાવ્યું છે કે,હત્યામાં પ્રિન્સના નામને ઉછાળવું એક લક્ષ્મણ રેખા ઓળંગવા સમાન છે. મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સાઉદીના પ્રિન્સ મોહમ્મદ અને તેમના પિતા સાઉદીના શાહ સલમાન સંબંધે કોઇપણ પ્રકારની આપમાનજનક/ટિપ્પણી સહન કરવામાં આવશે નહીં.
ઝુબૈરે જણાવ્યું હતું કે , હત્યામાં પ્રિન્સના નામને લઈને થઈ રહેલી ટિકા અમારા માટે લક્ષ્મણ રેખા સમાન છે. બે પાક મસ્જિદોના સંરક્ષક (શાહ સલમાન) અને વલી અહદ લક્ષ્મણ રેખા જેવા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તેઓ સાઉદીના તમામ નાગરિકોનું પ્રતિનિધિત્વ કરે છે અને સાઉદીનો પ્રત્યેક નાગરિક તેમનું પ્રતિનિધિત્વ કરે છે. અમે આવી કોઇપણ ચર્ચા કે ટિપ્પણીને સહન કરીશું નહી, જે અમારા શાહ અને વલીનું અપમાન કરતી હોય.
જાકે સીઆઇએના એક વિશ્લેષકે ખાશોગીની હત્યા પાછળ સાઉદી પ્રિન્સનો હાથ હોવાની આશંકા દર્શાવી હતી. ઝુબૈરે આ અંગે જણાવ્યું હતું કે, આ હત્યામાં સાઉદીના પ્રિન્સ સામેલ નહતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે સ્પષ્ટ કરી દીધું છે. અમારે ત્યાં તપાસ ચાલી રહી છે અને અમે હત્યારોઓને સજા આપીશું. તેમણે તુર્કીને જણાવ્યું હતું કે, હત્યાથી જાડાયેલા પુરાવા એકઠા કરવાનું અને માહિતી લીક કરવાનું બંધ કરે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY