ભારતીય કામદાર રાતોરાત બની ગયો કરોડપતિ, દુબઈમાં જીતી ૨૮ કરોડની લોટરી

0
99

યૂએઇ,તા.૪
યૂએઈના અબૂધાબીમાં એક ભારતીય વ્યક્તિએ લોટરીમાં ૧.૫ કરોડ દિરહામ (લગભગ ૨૮ કરોડ રૂપિયા) જીત્યા છે. શારજાહનો રહેવાસી શોજીત કે એસએ શુક્રવારે અબૂ ધાબી ડ્યૂટી ફ્રી ટિકિટ ડ્રોનો વિજેતા બન્યો. તેને યૂ-ટ્યુબ પર પણ પ્રસારિત કરવામાં આવ્યો.
શોજીતે એક એપ્રિલે ઓનલાઈન ટિકિટ ખરીદી હતી, પરંતુ તેને બિલકુલ ખબર ન હતી કે તે લોટરી જીત્યો છે. લોટરી અધિકારીઓએ તેનો સંપર્ક કરવા ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ ફોન જ કાપી નાખતો હતો.
દર મહિને અબૂ ધાબી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લોટરીનું આયોજન કરનાર રિચર્ડે ‘ખલીઝ ટાઈમ્સ’ને જણાવ્યું કે, શોજીત જા ફોન ન ઉઠાવતો તો તેના ઘરે જઈ સંપર્ક કરવાનો ઈરાદો હતો.
બીજી બાજુ બીજા એક ભારતીય મંગેશ મેંડે ડ્રોમાં બીએમડબલ્યૂ ૨૨૦ આઈ કારનો વિજેતા રહ્યો. આ સિવાય અન્ય આઠ ભારતીય અને એક પાકિસ્તાની પણ સાંત્વના પુરસ્કાર મળ્યો.
ભૂકંપની ઊંડાઈ જમીનથી ૮૦ કિમી નીચે હોવાની માહિતી મળી રહી છે. બતાવવામાં આવ્યું કે, ભૂકંપનું મેઈન કેન્દ્ર બિંદુ નાગાલેન્ડ આસપાસ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY