પીવાના પાણી બાબતે રાજ્યમાં ક્યાંય મુશ્કેલી નહીં પડે : રૂપાણી

0
85

ગાંધીનગર,
તા.૨૧/૦૩/૨૦૧૮

૩૧ જુલાઈ સુધી ગજરાતમાં પીવાના પાણી અંગે સરકાર માસ્ટર પ્લાન બનાવી લીધો છે

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પીવાના પાણીને મુદ્દે નિવેદન આપ્યું હતું કે અગાઉ પણ કહ્યું હતું અને આજે પણ ગુજરાતની જનતાને એશ્યોર્ડ કરું છું કે ૩૧ જુલાઈ સુધી ગજરાતમાં પીવાના પાણી અંગે સરકાર માસ્ટર પ્લાન બનાવી લીધો છે. હાલમાં પૂરતું પાણી છે, પીવાના પાણીની ક્્યાંય તકલીફ ન પડે એ રીતે રાજ્ય સરકારે વ્યવસ્થા બનાવી લીધી છે, આ માટે જિલ્લા કલેક્ટરોને આદેશો પણ આપી દીધા છે.

મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે દર અઠવાડિયે પાણી સમિતિની બેઠક મળે. બધા ડિપાર્ટમેન્ટોનું કો-ઓર્ડિનેશન થાય. ટેન્કરોની પણ છૂટ આપવામાં આવી છે જેથી કરીને લોકોને પીવાના પાણી અને વાપરવાના પાણીની તકલીફ ન પડે એ રીતે સરકારે છૂટ આપી છે.

પીવાના પાણી બાબતે રાજ્યમાં ક્યાંય મુશ્કેલી નહીં પડે. જિલ્લા કલેકટરને આને લઈ આદેશ પણ આપી દેવાયા છે. પીવાના પાણી માટે પુરવઠા વિભાગને રૂ.૨૦૦ કરોડ આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે હવેથી પીવાના પાણી બાબતે રાજ્યમાં ક્્યાંય મુશ્કેલી નહીં પડે, એના માટે પાણીપુરવઠા વિભાગને રૂ.૨૦૦ કરોડ આપી દેવામાં આવ્યા હતા. આને લઈ જિલ્લા કલેકટરને આદેશ પણ આપી દેવાયા છે. તમામ કામોના વર્ક-ઓર્ડર અપાઈ ગયા છે, જે સમયસર પૂર્ણ થશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY