ન્યુ દિલ્હી,તા.૧૭
ભારતે-આૅસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ભારતે જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે. હાલ ભારતની આ ઉપલબ્ધીને લઇને લોકો ચર્ચા કરી રહ્યા છે, ત્યારે વધુ એક ચર્ચાએ જાર પકડ્યું છે જેમાં સીમિત ઓવરની મેચમાં પૂર્વ કપ્તાન ધોનીની ટીમમાં હાજરીને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે, લોકોનું માનવું છે કે હવે ધોનીની જગ્યાએ યુવા ખેલાડી ઋષભ પંતને ટીમમાં વિકેટકીપર તરીકે તક આપવી જાઇએ.
જ્યારે આ બધી ચર્ચાઓ વચ્ચે કિયાકને કિયાંક પોતાની જાતને ટીમમાં સ્થાપિત કરવામાં સફળ થયા છે અને દિવસે ને દિવસે યુવા વિકેટકીપર કમ બેસ્ટમેન તરીકે ઋષભ પંત ટીમમાં પાપ્યુલર થઇ રહ્યા છે. ઋષભને મહાન વિકેટકીપર ધોની અને ગિલક્રિસ્ટની શ્રેણીમાં મુકવામાં આવ્યા છે.
ઋષભ પંત ઘણીવાર સવાલ પૂછવામાં આવ્યો છે કે તે પોતે કોને આર્દશ માને છે, ત્યારે પંતનો જવાબ હોય છે કે મારા આર્દશ લિલક્રિસ્ટ અને ધોની છે. જાકે પોતાના આર્દશને લઇને પણ તેણે સપ્ષ્ટતા કરી છે કે લોકો આર્દશનો મતલબ એવો સમજે છે કે જેતે વ્યકિતની કોપી કરવી ખરેખર એવું ન હોવું જાઇએ અને હું મારા આર્દશ પાસેથી સીખું છું. ઘણીવાર પંત કહીં ચુકવ્યા છે કે હું જે છું એ બનવા માગુ છું, હું ઋષભ પંત બનવા માગુ છું.
આૅસ્ટ્રેલિયામાં પોતાના શાનદાર પ્રદર્શન સીવાય પણ પંત ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. જેમાં સ્ટંપના માઇકમાં રેકાર્ડ થયેલો પંતનો અવાજ અને આૅસ્ટ્રેલિયાની ટીમના કપ્તાન ટિમ પેનની પત્ની અને બાળકો સાથે બેબીસિટર તરીકે પડાવેલી તસવીરને કારણે પણ ચર્ચામાં રહ્યા હતા.
આ વિશે પંતનું કહેવું છે કે હું આવો જ છું, મને જા કોઇ ઉશ્કેરશે તો હું તેમની ભાષામાં જ વળતો જવાબ આપીશ. મારી પાસે મારી ટીમ માટે સારું પ્રદર્શન કરવાની જવાબદારી છે. મને કોડ આૅફ કંડક્ટની જાણકારી છે. મને મારી વેલ્યૂ ખબર છે. મેં મેચ દરમિયાન સ્લેજિંગ કર્યું અને લોકોને તે પસંદ આવ્યું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





