મોદી સરકારને ચડ્યો સત્તાનો નશો હવે મિત્રોની જરૂર નથીઃ ઉદ્ધવ ઠાકરે

0
181

મુંબઇ,તા.૨૨
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એક રેલીમાં રવિવારે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા દાવો કર્યો કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને કોઇ પણ રાજનીતિક ગઠબંધનની જરૂર નથી. ઉદ્ધવે રવિવારે શિરડી અને અહેમદનગરમાં જાહેરસભાઓ યોજી હતી. ઉદ્ધવ સમગ્ર રાજ્યમાં રેલીઓ કરી રહ્યા છે.
ઉદ્ધવે કહ્યું કે, હવે અટલજીની સરકાર કેન્દ્રમાં હતી તો તેમને કોઇ રાજનીતિક મિત્રોનું સમર્થન પ્રાપ્ત હતું. પરંતુ હાલની સરકારને કોઇ પણ રાજનીતિક ગઠબંધનની જરૂર નથી. ઉદ્ધવે લોકોને વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી રહેલા દાવાઓનું સત્ય શોધવા માટેની અપીલ કરી હતી.
ઠાકરેએ કહ્યું કે, હું પોતાની પાર્ટી કાર્યકર્તાઓને ભાજપ નીત કેન્દ્ર સરકારની નીતિઓથી પ્રભાવિત લોકોની ઓળખ કરવા માટે જણાવી રહ્યો છું. તમે પોતાની માહિતીમાં રહેલા લોકો સાથે વડાપ્રધાન મોદીની એક તસ્વીર લગાવો અને લોકોને નિશ્ચય કરવા દો. શિવસેના પ્રમુખે જુઠ્ઠાણું ફેલાવવા મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, તેઓ ચૂંટણીના ફાયદા માટે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો ણુદ્દો ઉઠાવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY