આર્થિક શોષણના પગલે સફાઈ કામદારોનું સુપ્રિટેન્ડેન્ટની ઓફિસમાં હલ્લાબોલ

0
172

વડોદરા,તા.૨૨
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા સફાઇ કામદારોનું કોન્ટ્રાક્ટર દ્વારા થઇ રહેલા આર્થિક શોષણના પગલે ૨૫૦ સફાઇ કામદારો આજે સુપ્રિટેન્ડેન્ટની ઓફિસ ખાતે હલ્લાબોલ કર્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા સરકારના પરિપત્ર મુજબ પગાર ન ચૂકવાતો હોવાનો આક્ષેપ કરી પૂરતો પગાર ચૂકવવાની માંગણી કરી હતી. આ ઉપરાંત જૂના કોન્ટ્રાક્ટર દ્વારા પ્રોવિડંડ ફંડની રકમ પણ જમા કરાઇ ન હોવાનો આક્ષેપ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ૨૫૦થી વધુ સફાઇ કામદારો કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવે છે. સરકાર દ્વારા એક કર્મચારીને ૧૬ હજાર રૂપિયા માસિક પગાર ચૂકવવા માટેનો પરિપત્ર જારી કરેલો છે. પરંતુ કોન્ટ્રાક્ટો દ્વારા સફાઇ કામદારોને માત્ર ૬ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે. સફાઇ કામદારો જ્યારે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા જાય ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા નોકરીમાંથી કાઢી મુકવાની ધમકીઓ આપવામાં આવે છે. તેના કારણે કર્મચારીઓને મજબૂરીમાં નોકરી કરવી પડે છે.
તાજેતરમાં કોન્ટ્રાક્ટ બદલાતા સફાઇ કામદારોને નવા કોન્ટાક્ટરનો પણ ભોગ ન બનવુ પડે તે માટે આજે કર્મચારીઓ એકત્ર થયા હતા. અને સરકારના પરિપત્ર મુજબ પુરતો પગાર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે સુપ્રિટેન્ડેન્ટની કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY