જામનગર,તા.૧૨
જામનગરમાં ગત રાત્રે બર્ઘન ચોક વિસ્તારમાં મોટર સાયકલ સાથે પસાર થતા એક યુવાનને બે સખ્સોએ આંતરી લઇ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી કરપીણ હત્યા નીપજાવતા ચકચાર મચી ગઈ છે. આર્થિક વ્યવારોને લઈને બંને પક્ષે થયેલ મનદુઃખ બનાવ પાછળ કારણભૂત ગણવામાં આવી રહ્યું છે. માત્ર ૧૮ હજારની ઉઘરાણીમાં આ હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરાર બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
જામનગરમાં છેલ્લા દસ દિવસમાં હત્યાનો ત્રીજા બનાવ સામે આવ્યો છે. ગત રાત્રે બર્ધન ચોક વિસ્તારમાંથી પોતાની મોટર સાયકલ લઇ પસાર થઇ રહેલા રફીક મામદ માડકિયા નામનો ચાલીસ વર્ષીય યુવાન પસાર થતો હતો ત્યારે નજીર બાપુ અને અજુ મણિયાર નામના બે સખ્સોએ આ યુવાનના બાઈકને આંતરી લીધું હતું . દરમિયાન બંને પક્ષે પૈસાની લેતી દેતી મામલે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. જાતજાતામાં બંને પક્ષે હાથાપાઈ થવા પામી હતી. જેમાં બંને સખ્સોએ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા રફીક પર ધારદાર છરી વડે હુમલો કરી પેટના ભાગે ઉપરાઉપરી પ્રહારો કર્યા હતા. જેમાં રફીકને ગંભીર ઈજાઓ પહોચતા તે સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો. જેથી બંને હુમલાવર તાબડતોબ ફરાર થઇ ગયા હતા.
આ બનાવની જાણ થતા જ સીટી એ ડીવીજન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં જીવન મરણ વચ્ચેની લડાઈ લડતા અને લોહીના ખાબોચિયામાં પડેલા રફીકને પોલીસે હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવાને દમ તોડી દેતા આ બનાવ હત્યામાં પલટાયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




