ઉજ્જૈન,તા.૨૯
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક દર્દનાક રોડ અકસ્માતમાં ૧૨ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મળેલી માહિતી અનુસાર, તમામ લોકો એક જ પરિવારના હતા. જે કોઇ લગ્ન સમારોહમાં સામેલ થવા માટે નાગદાના બિરલાગ્રામના સુભાષ કાયતને ત્યાં ગયા હતા. જ્યાંથી તેઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમણે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ઉજ્જૈન-ઉન્હેલ માર્ગ પર રામગઢ ફાંટા પાસે મારૂતિ વાન અને ટાટા હેક્સા કાર વચ્ચેની ટક્કરમાં ૧૨ લોકોનાં મોત નિપજ્યાં છે. દુર્ઘટના સોમવારે રાત્રે લગભગ ૧૨ વાગ્યે ઘટી છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે તમામ મૃતકોના મૃતદેહોને એમ્બુલન્સની મદદથી જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ૨ અન્ય ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ તમામ લોકો નાગદાના બિરલાગ્રામથી લગ્ન સમારંભમાંથી પરત ફરી રહ્યાં હતા. પીપલીનાકા નિવાસી દીપક કાયત પાછળની બસમાં હતા, તેઓએ જણાવ્યું કે ટર્ન પર ઉજ્જૈન તરફથી ફુલ સ્પીડે આવી રહેલી કારે વાનને ટક્કર મારી હતી. વાન લગભગ ૫૦ ફુટ દૂર જઈને રોકાઈ હતી. બસને રોકાવીને જેવા અમે વાનની પાસે પહોંચ્યા તો જાયું કે વાનમાં સવાર ઘણા લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે ઘણા લોકોની હાલત ખુબ જ ગંભીર હતી.
તમને જણાવી દઇએ કે, મૃતકો અર્જુન કાયત ભાજપના પૂર્વ મંડળના મહામંત્રી હતા, તે એરબેગ ખૂલી જવાથી બીજી કારમાં સવાર લોકો બચી ગયા હતા. પોલીસના મતે, ઘટનામાં વાન સવાર લોકોના જ મોત થયા છે, જ્યારે જે કારથી વાન ટકરાઇ છે, તેમાં સવાર લોકો પુરી રીતે સુરક્ષિત છે. મળેલી જાણકારી અનુસાર, ઘટનામાં ભોગ બનેલા એક જ પરિવારના હતા. તે તમામ લોકો ઉજ્જૈનના તિલકેશ્વર નગર કોલોની અને નગર કોટના નિવાસી છે. ઘટનામાં ભોગ બનેલા લોકોમાં રાધિકા (૭ વર્ષ), બુલબુલ (૨૦ વર્ષ), કુલદીપ (૨૪ વર્ષ), રાજૂબાઇ (૪૫ વર્ષ), રવીના (૨૨ વર્ષ), સલોની (૧૩ વર્ષ), ધર્મેન્દ્ર (૩૮ વર્ષ), સિદ્ધિ (૨ વર્ષ), શુભમ (૨૦ વર્ષ), તીજાબાઇ (૫૫ વર્ષ) અને ચંચલ (૨૨ વર્ષ) છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



