કેબિનેટ મીટિંગ બાદ સીએમ યોગીએ કુંભમાં ડૂબકી લગાવી, મીડિયાને વખાણી

0
6

મેરઠથી પ્રયાગરાજ સુધી બનશે ગંગા એક્સપ્રેસ વે
પ્રયાગરાજ,તા.૨૯
પ્રયાગરાજમાં મંગળવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેબિનેટની બેઠક થઈ. આવું પહેલીવાર થયું જ્યારે ઉત્તર પ્રદેશની રાજધાનીથી બહાર કુંભ ક્ષેત્રમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક થઈ. આ દરમિયાન સીએમ યોગી ઉપરાંત યૂપી સરકારના તમામ મંત્રી ઉપસ્થિત રહ્યા. બેઠક બાદ સીએમ યોગીએ કુંભમાં સ્નાન કર્યું. તેમની આ તસવીર વાયરલ થઈ રહી છે.
બેઠક પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અક્ષયવટની પૂજા-અર્ચના કરી. સીએમ યોગીએ હનુમાનજીનો દુગ્ધાભિષેક પણ કર્યો. સીએમ ઉપરાંત કેબિનેટ મંત્રીઓએ અક્ષયવટ અને મોટા હનુમાન મંદિરમાં દર્શન કર્યા. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પણ અનુષ્ઠાનમાં ભાગ લીધો. બેઠક બાદ સીએમ યોગીએ કુંભમાં શાનદાર કવરેજ માટે મીડિયાના વખાણ કર્યા. મુખ્યમંત્રીએ કહ્યું કે ૭૧ દેશોના રાજદૂત સહિત ૩૦૦૦ અપ્રવાસી ભારતીય આ વખતે કુંભ પહોંચ્યા. આ બેઠકમા્ર અનેક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એલાન કર્યું કે પશ્ચિમી ઉત્તર પ્રદેશના મેરઠથી લઈને પ્રયાગરાજ સુધી ગંગા એક્સપ્રેસ-વે બનાવવામાં આવશે. આ એક્સપ્રેસ-વે તમામ રીતે ગંગાના કિનારે બનાવવામાં આવશે.
આ એક્સપ્રેસ-વેને બનાવવામાં લગભગ ૩૬ હજાર કરોડનો ખર્ચ આવશે. આ એક્સપ્રેસ-વે ૬ લેનનો હશે. સીએમે દાવો કર્યો છે કે એક્સપ્રેસ-વે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે હશે. આ ઉપરાંત કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું પણ ઝડપથી નિર્માણ કરવામાં આવશે.
૨૭૦ કિમીના આ એક્સપ્રેસ-વે માટે ૮ હજાર કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરવામાં આવશે. ખેડૂતોની આવકને બે ગણી કરવા માટે પણ ખેડૂત બજારમાં પ્રતિનિધિત્વને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા.
આ પહેલા મુખ્યમંત્રી યોગીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને જાણીતા શ્રમિક નેતા જ્યોર્જ ફર્નાન્ડિસના નિધન પર શોક વ્યક્ત કર્યો. પ્રયાગરાજમાં જાહેર એક શોક સંદેશમાં મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યોર્જ ફર્નાન્ડિસ એક સમર્પિત નેતા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY