ઉમરગામમાં ૮ કલાકમાં ૬ ઈંચ વરસાદ, ટીંભી ગામનું તળાવ ઓવરફ્લો

0
11

સુરત,તા.૮
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે. છેલ્લા આઠ કલાકમાં ઉમરગામમાં ૬ ઈંચ જેટલો વરસાદ ખાબકતા ટીંભી ગામનું તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. જેથી તળાવમા પાણી ગામમાં અને રોડ પર ફરી વળ્યા છે. અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.
દક્ષિણ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે જ તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરગામમાં નોંધાયો છે. જેમાં આજે રાત્રે ૧૨થી બપોરના બે વાગ્યા સુધીમાં ૧૨ ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્્યો છે. જ્યારે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY