જ્વેલર્સની આડમાં બે નંબરના મોબાઇલ અને લેપટોપનો વેપલો ઝડપી પાડતી ઉમરા પોલીસ

0
38

પોલીસ કમિશનર સુરત તેમજ ઉપરી અધિકારીઓની રાઉન્ડ ધ ક્લૉક પેટ્રોલિંગની સૂચનાને અનુસંધાને ઉમરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે દેસાઈ અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ઉમરા પોલીસ ઇન્સ્પેકટર એએ બી ભરવાડ ને ખાનગી સૂત્રો દ્વારા બાતમી મળેલ હતી કે પાર્લે પોઇન્ટ સિટી સેન્ટર દુકાન નંબર 14 માં આવેલ ‘બિકાનેર જ્વેલર્સ ‘નામની દુકાનમાં બે નંબરના મોબાઈલ અને લેપટોપ નો ગેરકાયદે વેપલો ચાલે છે જે બાબતે સ્ટાફ સાથે બાતમી માં જણાવેલ દુકાને રેડ કરતાં ૧૨૮ એપલ તેમજ સેમસંગના મોંઘા મોબાઇલ ફોન એપલ કંપનીના ત્રણ લેપટોપ એપલ કંપનીના ટેબલેટ નંગ 5 એપલ કંપનીના ઈયરફોન નંગ 40 એમ કુલ્લે 32 83,000 નો મુદ્દામાલ કબજે કરેલ છે ગેરકાયદે ધંધો કરતા બે સગા ભાઈઓ નામે મોહમ્મદ યુસુફ અબ્દુલ રઝાક મેમણ તેમજ મોહમ્મદ ઇમરાન અબ્દુલ રઝાક મેમણ રહે ઘર નંબર 1314 ખોડીયાર નગર સોસાયટી, પીપરડી વાળા સ્કૂલની બાજુમાં, રાંદેર સુરત ની સીઆરપીસી કલમ41(1) મુજબ અટક કરેલ હોવાનું જાણવા મળેલ છે ગુના સબંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે દેસાઈ કરી રહેલ છેઅત્રે ઉલ્લેખનીય છે કે સુરત જેવા મોટા શહેરમા આ પ્રકારના બે નંબરના ધંધા ફુલાફાલ્યા છે ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી ભરવાડને મળેલ બાતમી અને થયેલ રેડ નો છેડો ક્યાં સુધી પહોંચશે અને વધુ કેટલાય બે નંબરીયા તત્વો કાયદાના પંજા માં પકડાશે તે તો આવનારો સમય જ બતાવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY