ન્યુ દિલ્હી,તા.૧૧
કેન્દ્ર સરકારે જુલાઈ ૨૦૧૭થી સપ્ટેમ્બર ૨૦૧૮ માટે જીએસટીઆર-૧ ફોર્મ જમા કરાવવાની તારીખ ૩૧ ઓક્ટોબર સુધી લંબાવી દીધી છે.
તો આ સાથે જ ૩૧ ઓક્ટોબર સુધીમાં ફોર્મ જમા કરાવનારા લોકો માટે એકવાર દંડ માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રલાય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે સરકારે આ નિર્ણય એ વાત જાણ્યા બાદ લીધો છે કે જીએસટીઆર-૩બી રિટર્ન્સ દાખલ કરનારા લોકોની સંખ્યા જીએસટીઆર-૧ ફોર્મ દાખલ કરનારા લોકોથી વધારે હતી.
નિવેદનમાં જણાવાયું કે કરદાતાઓને જીએસટીઆર-૧ ફોર્મ ભરવા માટે પ્રોત્સાહિત કરવા માટે ફોર્મને જમા કરાવવાની સમય મર્યાદા ૩૧ ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે તેમજ લંબાવાયેલી સમય મર્યાદા અનુસાર ફોર્મ જમા કરાવનારા લોકોને દંડમાં પણ માફી મળશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



