ઉન્નાવમાં રેપનો પ્રયાસ : બે શખ્સોની કરાયેલી ધરપકડ

0
344

ઉન્નાવ,તા. ૬
ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લામાં ગંગાઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે એક હેરાન કરનાર અને શરમજનક ઘટના બની હતી. સોશિયલ મિડિયા ઉપર હવે એક રેપના પ્રયાસ સાથે સંબંધિત વિડિયો વાયરલ થયો છે જેમાં ત્રણ યુવકો એક મહિલાને કોઇ ગુપ્ત જગ્યાએ લઇ જતાં નજરે પડી રહ્યા છે. જા કે, પોલીસે તરત કાર્યવાહી કરીને આ મામલામાં સામેલ બે શખ્સોને પકડી પાડ્યા છે. આરોપી શખ્સે પોલીસને કહ્યું છે કે, વિડિયોમાં દેખાઈ રહેલી ઘટના આશરે અઢી મહિના પહેલાની છે. અલબત્ત આ વિડિયો ક્યારનો છે તે સંદર્ભમાં માહિતી મળી શકી નથી પરંતુ આ વિડિયોમાં યુવકો મહિલા પર રેપ કરવાના પ્રયાસ નજરે પડી રહ્યા છે. ત્રણ યુવકો આ વિડિયોમાં મહિલા સાથે બળજબરી કરતા નજરે પડી રહ્યા છે. પોલીસે કહ્યું છે કે, ગંગાઘાટમાં આ મામલામાં કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા યુવકનું નામ રાહુલ હોવાનું જાણવા મળ્યું છે અને તે સહજનીનો નિવાસી છે. આ મામલામાં આરોપી વિપિન, રિતીક, આકાશ, વિમલ સામે તપાસ ચાલી રહી છે. આની સાથે સાથે વિડિયોમાં દેખાઈ રહેલી મહિલાની શોધખોળ પણ થઇ રહી છે. રાહુલ દ્વારા પુછપરછમાં કહેવામાં આવ્યું છે કે, વિડિયો સાથે સંબંધિત ઘટના અઢી મહિના પહેલાની છે. અન્ય શખ્સોને શોધી કાઢવા માટે શકમંદ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. વિડિયોમાં સ્પષ્ટ નજરે પડે છે કે, પહેલા ત્રણ શખ્સો એક મહિલાનું અપહરણ કરે છે ત્યારબાદ મહિલાને આ શખ્સો વન્ય વિસ્તારમાં લઇ જતા દેખાય છે. મહિલા દયાની માંગ કરતી નજરે પડી રહી છે. મહિલાને સોશિયલ વિડિયા પર વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. બીજી બાજુ ઉન્નાવના એસપી હરીશ કુમારે માહિતી આપતા કહ્યું છે કે, બનાવની માહિતી મળતાની સાથે જ તમામની ઓળખ કરી લેવામાં આવી છે. તમામની માહિતી મળી ગયા બાદ કેસ નોંધીને કાર્યવાહી ચાલી રહી છે. એક શખ્સ ચોરીના કેસમાં જેલ જઇ ચુક્યો છે. આ ઘટનામાં પાંચ લોકો સામે તપાસ ચાલી રહી છે. બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા સાથે સંબંધિત ટોપના અધિકારી આનંદકુમારે કહ્યું છે કે, વિડિયોમાં જાણવા મળ્યું છે કે, ત્રણથી ચાર લોકો એક મહિલા સાથે બળજબરી કરતા નજરે પડી રહ્યા છે. તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે આ વિડિયો ગંગાઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આમાથી બે રીઢા ગુનેગાર હોવાનું જાણવા મળ્યું છે. પીડિત મહિલાની તપાસ ચાલી રહી છે.
સનસનાટીપૂર્ણ કેસમાં પોલીસની પાંચથી છ ટીમો લાગેલી છે. અન્ય લોકોની વહેલીતકે ધરપકડ કરી લેવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. મહિલાને પણ શોધીને કલમ ૧૬૪ હેઠળ નિવેદન નોંધવામાં આવશે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY