ભાજપાનું દિલ વિશાળ, આયારામ-ગયારામ તો ચાલતું જ રહેઃ નારણ પટેલ

0
56

ઊંઝા,તા.૮
ઊંઝાનાં ધારાસભ્ય તરીકે જ્યારથી ડો. આશાબેન પટેલે રાજીનામું આપ્યું છે ત્યારથી સમાચારો આવી રહ્યાં હતાં કે ભાજપનાં પૂર્વ મંત્રી નારણ પટેલ નારાજ છે. નારણભાઇ પટેલે આશા પટેલને ભાજપમાં લેવા સામે વાંધો ઉઠાવ્યાની પણ ચર્ચાઓ થઇ રહી હતી.એટલું જ નહીં, તેવી પણ ચર્ચાઓ હતી કે કમલમમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને મળી એવી રજૂઆત કરાઇ હતી જા આશા પટેલના અંગત વ્યક્તિને ઉંઝા એપીએમસીનુ ચેરમેનપદ અપાશે તો,બળવો થશે. આ બધાની વચ્ચે શુક્રવારે આશાબહેન પટેલ ભાજપમાં જાડાઇ ગયા.
આ આખા વિવાદ વચ્ચે અમારી ટીમે ઊંઝાનાં પૂર્વ ધારાસભ્ય નારણભાઇ પટેલ સાથે વાતચીત થઇ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ભારતીય જનતા પાર્ટીનું વિશાળ દિલ છે. આયારામ ગયારામ તો ચાલતું જ રહે, જેમ દરિયામાં બધી નદીઓનાં પાણી આવે છે અને દરિયો બધાને સમાવી લે છે તેમ ભારતીય જનતા પાર્ટી દરિયો છે. દુનિયાની મોટામાં મોટી કેડર પાર્ટી છે, અમારી સાથે જે આવે છે તેમનો અમે દિલથી સ્વીકારીએ છીએ.’
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આશા પટેલનાં ભાજપમાં જાડાવવાથી તમે નારાજ છો તેમને તેવું પૂછ્‌તાં તેમણે કહ્યું, ‘હું કેમ નારાજ હોવ, મેં આશાબેન પટેલ વિરુદ્ધ કોઇ ફરિયાદ નથી કરી. પાર્ટીમાં ૫૬ વર્ષથી હું છું અને કામ કરૂં છું. પાર્ટીનાં નાનામાં નાના નેતાથી પીએમ સુધી મારા સંબંધો સારા છે.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY