ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે જોડાશે,વિજય રૂપાણીએ લખનૌ જઈને યોગી અદિત્યનાથને નિમંત્રણ આપ્યું હતું.
રાજપીપળા:ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31મી ઓક્ટોબરે ભવ્યાતિભવ્ય લોકાર્પણ કર્યું હતું.જ્યારે લોકાર્પણની જાહેરાત થઈ એ સમયે આ કાર્યક્રમમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ,ભારતના રાષ્ટ્રપતિ સહિત દેશભરના હસ્તીઓ હાજર રહેશે એવી જાહેરાત કરાઈ હતી. પરંતુ અચાનક આ કાર્યક્રમના ફેરફાર કરાયો હતો.બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના સમયે મંચ પરથી ખુદ નરેન્દ્ર મોદીએ એવી જાહેરાત કરી હતી કે હવે પછીના દિવસોમાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રાજ્યોના મુખ્યમંત્રી,રાષ્ટ્રપતિ સહિત મોટી મોટી હસ્તીઓ આવશે.
ત્યારે ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથ આજે(2 જી નવેમ્બરે) લગભગ 11 વાગ્યાની આસપાસ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથ દેશના પ્રથમ મુખ્યમંત્રી હશે જે લોકાર્પણ બાદ તુરંત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે.તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત તથા ઉત્તરપ્રદેશના વરિષ્ઠ અધિકારીઓ પણ મુલાકાતમાં જોડાશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીને લખનૌ જઈને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે નિમંત્રણ આપ્યું હતું.જે નિમંત્રણનો સ્વીકાર કરીને એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મુલાકાતનું આયોજન કર્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનો હાલ આદિવાસીઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે કેવડીયામાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી,ગુજરાતના મુખ્યમંત્રી સહિત બન્ને રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઇ છે સાથે સાથે જિલ્લા પોલીસે પણ એમની સુરક્ષા બાબતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



