લખનઉ,તા.૬
ઉત્તર પ્રદેશમાં એપલ કંપનીના મેનેજરની ગોળી મારી કરાયેલી હત્યા બાદ હવે પોલીસખાતુ ખુદ હરકતમાં આવ્યું છે. છાશવારે વર્દીનું અભિમાન બતાવી સામાન્ય લોકો સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરતા પોલીસ ઓફિસરોને હવે પોલીસખાતુ જ સીધુ દોર કરવાનું છે. આ માટે ઉત્તર પ્રદેશ સરકારે ખાસ ટ્રેનિંગ સેશનનું આયોજન કર્યું છે. જેમાં સામાન્ય લોકો સાથે કેવી રીતે વર્તન કરવું તે વિશે શિખવવામાં આવશે. આ માટે પહેલા ચરણમાં ૬૦૦૦ પોલીસને ટ્રેનિંગ માટે પસંદ કરવામાં આવ્યા છે.
વિવેક તિવારીની ઉત્તર પ્રદેશમાં પોલીસ દ્વારા ગોળી મારી કરાયેલી હત્યા બાદ, પોલીસની છબી ખરડાઇ હતી. જેના કારણે તાત્કાલિક પોલીસે પગલું ભરવાનું નક્કી કર્યું હતું. આ વિશે ડીજીપી ઓ.પી.સિંહને પૂછવામાં આવ્યું હતું કે, શું પોલીસને ટ્રેનિંગ મળી હોત તો આવી ઘટના આકાર ન પામી હોત. જેના જવાબમાં તેમણે સત્ય સ્વીકાર્યું હતું અને ટ્રેનિંગની વાત ઉચ્ચારી હતી.
આ ટ્રેનિંગ દરમિયાન મોબ લિન્ચીંગની ઘટના, સોશિયલ મીડિયા પર વ્યવહાર, જનતા સાથે વર્તન, સાંપ્રદાયિક તનાવ અને અભિમાન છોડી પ્રોફેશનલ રીતે કામ કરવાની પદ્ધતિઓ શિખવાડવામાં આવશે. જેના કારણે ઉત્તર પ્રદેશની પોલીસ માટે જનતાના દિમાગમાંથી ઓસરી ગયેલી એક સારા વ્યકિતની છબી ફરી ઉજાગર કરવાનો મોકો મળશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



