ઉપલેટામાં પીજીવીસીએલ દ્વારા પ્રિમોન્સુનની કામગીરીને લઈને વૃક્ષોની ડાળીઓના કટિંગ કરવામાં આવ્યા

0
59

ઉપલેટા: ઉપલેટા શહેરમાં ચોમાસું માથે હોય કોઈ અઘટીત બનાવ ન બને એ માટે પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોનસૂનની કામગીરી થઈ રહી હતી, જે આજે પૂર્ણ થઈ છે. ચોમાસામાં વરસાદના લીધે મોટા થઈ ગયેલા વૃક્ષોની ડાળીઓ 11 KV ના ઈલેક્ટ્રીક તારો (વાયરો)ને સ્પર્શી ગયેલ હોય, જેમાં વરસાદના લીધે શોટ સર્કિટ ન થાય કે કોઈ જાનહાનિ ન થાય એ સંદર્ભે ઉપલેટા પીજીવીસીએલ દ્વારા મોટા મોટા તારો ને જે નડતરરૂપ ડાળીઓ સ્પર્શી ગયેલ હોય તેવા વૃક્ષોની ડાળીઓના ઉપરના ભાગેથી કટિંગ કરવામાં આવ્યા હતા. તેમજ મોટાભાગની 95 % જેવી નડતરરૂપ કામગીરીઓ આટોપાઈ ગયેલ હોવાનું પીજીવીસીએલના એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડીયા – ઉપલેટા
9979291598 7016006334

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY