ધ્રાંગધ્રા શહેર ના જુદા-જુદા વિસ્તાર માથી ત્રણ બાળકો ગાયબ

0
218

સમગ્ર રાજ્ય મા બાળકો ઉઠાવી જનાર ગેંગની અફવાએ જોર પકડ્યુ છે તેવામા હજુ સુધી આવી ગેંગના કોઇ નક્કર પુરાવા મળ્યા નથી પરંતુ ધ્રાંગધ્રા શહેર મા ગઇકાલે એક સાથે ત્રણ બાળકો ગુમ થતા લોકોના મનમા આવી ગેંગ ખરેખર સક્રિય થઇ હોવાનો ડર બેસી ગયો હતો જેમા ગઇકાલે સાંજના સમયે ધ્રાંગધ્રા શહેર ના જુદા-જુદા વિસ્તાર માથી ત્રણ બાળકો એક સાથે ગુમ થતાની માહિતી મળી હતી તથા આ ત્રણ બાળકો મિત્રો હતા જ્યારે આ ત્રણ બાળકો ના માતા-પિતા ને મોડી રાત સુધી પોતાના બાળકો ઘેર નહિ આવતા ચિંતીત થયા હતા અને એક બીજા બાળકો ના માત-પિતા ને પુછપરછ કરી હતી પરંતુ આ ત્રણેય બાળકો ગુમ થયા હોવાની જાણ થતા દરેક વાલી ઓએ પોતાના બાળકો ને શોધવા સમગ્ર શહેર ને ધમરોળ્યુ હતુ પરંતુ અંતે તેઓના બાળકો ની ભાળ નહિ મળતા મોડી રાત્રે ત્રણેય બાળકો ના વાલીઓએ ધ્રાંગધ્રા સીટી પોલીસ નો સંપકઁ કયોઁ હતો જેમા ગુમ થયેલ બાળકો મા ધૃવરાજ નિલેશભાઇ પરમાર ઉમર:-13વષઁ રહે:-ક્લબરોડ પાસે ધ્રાગધ્રા, રવી ઉફેં ભદો રજુભાઇ ઠાકોર ઉમર:-20વષઁ રહે:-લાલટાંકી પાસે ધ્રાંગધ્રા તથા સમીર યુનુશભાઇ ભટ્ટી ઉમર:-14વષઁ રહે.ખાટકીવાડ ધ્રાંગધ્રા વાળા બાળકો સાંજે 6:00 વાગ્યા ના સમયે એકબીજા ના ઘરે આવી બાદમા ત્યાથી એકસાથે નિકળી ગયા હતા અને મોડી રાત સુધી ઘેર પરત નહિ ફરતા તેઓના માતા-પિતા ચીંતીત થયા હતા જ્યારે આ બાળકો ના વાલીઓ દ્વારા જણાવાયુ હતુ કે પોતાના બાળકો ક્યારેય મોડી રાત્રી સુધી બહાર નથી રહ્યા તેઓના જીવનનો આ પ્રથમ કિસ્સો છે અને તેઓને બાળકો ઉઠાવી જનાર ગેંગની સક્રિયતા ની શંકા પણ વ્યક્ત કરી હતી. જ્યારે હાલતો આ તમામ બાળકો હજુ સુધી ઘેર પરત નહિ ફરતા તેઓના વાલીઓની ચીંતામા કલાકે-કલાકે વધારો થતો દેખાય છે તથા હાલ આ સમગ્ર મામલો ધ્રાંગધ્રા પંથક મા ચચાઁનો વિષય બન્યો છે ત્યારે પોલીસે જાણવા જોગ અરજી સ્વીકારી બાળકોની તપાસ હાથ ધરી છે

રિપોટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY