ઉપલેટા: ગતરોજ તા. ૦૮/૦૮/૨૦૧૮ બુધવારના રોજ કોંગ્રેસના આગેવાનો દ્વારા જે ભાદર-૨ ડેમમાં ઉદ્યોગપતિઓ દ્વારા જેતપુરના ડાઈંગનું કેમિકલવાળું પાણી ભાદર નદીમાં છોડાતા એ પાણી ડેમમાં જાય છે. એ જ પાણી ડેમ દ્વારા પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ ધોરાજી, ઉપલેટા, કુતિયાણા અને માણાવદર એ ચાર તાલુકાઓમાં સિંચાઈના પાણી તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. જે પાણી ખેતરોમાં ઉભા પાકને પાવાથી જમીનોને તથા મોલને નુકસાન થાય છે. તેમજ ઉપલેટા તથા ધોરાજીના લોકોને પીવાના પાણી માટે પણ આ જ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલવાળું પાણી પીવાથી શરીરને નુકસાનકર્તા હોય. તેમજ ઘણા સમયથી આ મામલે ધારાસભ્યશ્રી દ્વારા યોગ્ય કરવા માગણી કરવામાં આવેલ છે. છતાં પણ મુઠ્ઠીભર ઉદ્યોગકારોને છાવરતા આ નિંભર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં છેવટે તા. ૧૧/૦૮/”૧૮ ને શનિવારના રોજ ૧૦:૦૦ કલાકે ભૂખી પાસેના ભાદર-૨ ડેમમાં જળ સમાધિ લેવાનું નક્કી કરેલ હોય વગેરે બાબતોના સંદર્ભે આજરોજ ઉપલેટા શહેર તથા તાલુકાના કોંગ્રેસના ટેકેદારો સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામા કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, સરપંચો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કૃષ્ણકાંતભાઈ ચોટાઈ, લાખાભાઈ ડાંગર, જયદેવસિંહ વાળા વગેરે એ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડિયા : ઉપલેટા
9979291598
7016006334
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




