ઉપલેટા માં ભાદર રોડ ઉપર નવયુગ શેરીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડતાં છ જુગરિયા પકડાયા

0
121

૭/૬/૨૦૧૮ ને બુધવારના રોજ ઉપલેટાના ભાદર રોડ આવેલ, શિક્ષણધામ એવા તાલુકા શાળાની સામેની નવયુગ શેરીમાં કોળી શખ્સ રાકેશ હકાભાઈ ઉગરેજીયાના રહેણાંક મકાનમાં, બહારથી માણસો બોલાવી, જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ઉપલેટાના પીઆઈ એલ.એલ. ભટ્ટના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ભોજાણી તથા હેડ કો. રમેશ ભાઈ બોદર, કો. મનોજભાઈ બાયલ, કૌશિકભાઈ જોશી, જયેશભાઈ દાફડા એ દરોડો પાડતા જુગટુ (જુગાર) રમતા ૬ શકુનિઓને ઝડપી પાડ્યા હતા. એ આરોપીઓ પૈકી રાકેશ હકાભાઈ ઉગરેજીયા, આરીફ ગફારભાઈ ગણોદવાલા, અલતાફ હારૂનભાઈ ડગલી, જાફર બાબુભાઈ વાઢા, ઈકબાલ યુનુશભાઈ સમા તથા ઉપલેટાના ભાદર ચોક વિસ્તારમાં સટ્ટો રમાડતો નિલેશ ભરતભાઈ કારીયા, એ તમામ રહેવાસી ઉપલેટા વાળાઓ પાસેથી રૂપિયા ૨૯૨૬૦/- સાથે ઝડપી પાડ્યા હતા. વધારે માહિતી મેળવવા પોલીસ દ્વારા તપાસ ચલાવાઈ રહી છે.

રિપોર્ટ : દિનેશ ચંદ્રવાડીયા – ઉપલેટા
9979291598 7016006334

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY