ઉપલેટાથી છ કિલોમીટર ના અંતરે આવેલા ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે મોડી રાત્રે ૨:૩૦ કલાકે એક શૈક્ષણિક સંસ્થામાં લાગી આગ..

0
107

 

ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે આવેલ તાલુકાના સૌથી મોટા શૈક્ષણિક ધામ વ્રજ આશ્રમ ખાતેના મોટી માત્રામાં અને ચોમાસા પહેલા સ્ટોક કરેલ ભોજનાલયના લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આ શૈક્ષણિક સંકુલ એ પૂર્વ સાંસદ અને શિક્ષણ મંત્રી બળવંતભાઈ મણવરની માલિકીની સંસ્થા છે.

ઉપલેટા અને ધોરાજીના ફાયર ફાઈટરો આગ બુઝાવવા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ આગમાં ૧૧૦૦૦ મણ એટલે કે અંદાજે ૫૫૦ ટન લાકડું તથા શેડ આ અગ્નિકાંડમાં બળીને રાખ થઈ ગયા હતા. જેની અંદાજે નુકશાની અગિયાર લાખ થી બાર લાખ જેવી થાય છે. આ શંકાસ્પદ આગનું કારણ જાણવા મળેલ નથી. કારણકે આ ઓપન ગોડાઉનમાં લાઈટ કનેક્શન જ નથી. શોર્ટ સર્કિટ થવાનું કોઈ કારણ નથી એવું શૈક્ષણિક તંત્ર દ્વારા જણાવાયું. અને કોઈએ જાણીબૂઝીને આગ લગાડી હોય તેવી આશંકા વ્યક્ત કરી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. કારણકે આ સંસ્થામાં ધો. ૧ થી લઈને ધો. ૧૨ તથા BRS કોલેજ, PTC કોલેજ, બીએડ કોલેજ, ફાર્મસી, નર્સિંગ કોલેજ આ કેમ્પસમાં આવેલ છે. પોલીસ દ્વારા વધુ આગળ તપાસ ચાલુ.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડિયા – ઉપલેટા
9979291598/7016006334

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY