મુંબઇ,તા. ૧૬
બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં હજુ સુધી લોકપ્રિય સ્ટાર તરીકે નામ કમાવવામાં નિષ્ફળ રહેલી કૃતિ ખરબંદા હાલમાં બે ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં યમલા પગલા દિવાના ફિર સે ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, સન્ની દેઓલ અને બોબી દેઓલ પણ કામ કરી રહ્યા છે. વિતેલા વર્ષોમાં આ ફિલ્મના અન્ય ભાગ સુપરહિટ સાબિત થયા છે. ખરબંદાને હવે વધુ એક મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ હવે તેની સાજિદ ખાનની હાઉસફુલ-૪ ફિલ્મ માટે પસંદગી કરવામાં આવી ચુકી છે. ફિલ્મમાં તેની સાથે પુજા હેગડે, કૃતિ સનુનનો સમાવેશ થાય છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને બોબી દેઓલ પણ કામ કરી રહ્યા છે. ઉપરાંત રિતેશ દેશમુખ અને બોમન ઇરાની પણ કામ કરી રહ્યા છે. બીજા બાજુ કૃતિ ખરબંદા યમલા પગલા દિવાના ફિર સે નામની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. ફિલ્મમાં તેની સાથે બોબી દેઓલ રહેશે. આ ફિલ્મમાં તે રોમેન્ટિક રોલમાં દેખાશે. ફિલ્મમાં તે ગુજરાત યુવતિની ભૂમિકા અદા કરી રહી છે. જેના કારણે તે હાલમાં ગુજરાતી ભાષા શિખી રહી છે. તેનુ કહેવુ છે કે સની દેઓલ, બોબી જેવા મોટા સ્ટાર સાથે કામ કરીને તે ભારે ખુશ છે. તેનુ કહેવુ છે કે તેના માટે આ સ્પેશિયલ ફિલ્મ છે. ધર્મેન્દ્ર જેવા મહાન કલાકાર સાથે કામ કરવાની કોઇ પણ સ્ટારને તક મળે તે તેના માટે ખુબ મોટી વાત છે. હાઉસફુલ-૪ ફિલ્મ કોમેડીથી ભરપુર ફિલ્મ છે. તે બોલિવુડમાં વધારે ફિલ્મમાં કામ કરવા માટે આસાવાદી છે. હાલમાં તે શાદી મે જરૂર આના, રાજ રિબુટ અને ગેસ્ટ ઇન લંડન જેવી ફિલ્મમાં નજરે પડી હતી. બોલિવુડમાં તેની પાસે વધારે કામ આવે છે કે કેમ તે અંગે પુછવામાં આવતા તેનુ કહેવુ છે કે તે સાવધાનીપૂર્વક કામ કરી રહી છે. આડેધડ કોઇ પણ પ્રકારની ભૂમિકા સ્વીકાર કરી રહી નથી. બોલિવુડમાં તે સ્પર્ધામાં ટકી રહેવા માટે આશાવાદી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




