મુંબઈ,તા.૨૮
દેશભરમાં હાહાકાર મચી ગયો હતો જ્યારે ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ કાશ્મીરના ઉરી બેઝ કેમ્પ પર હુમલો કરી આતંકીઓએ આપણા ૧૯ જવાનોને શહીદ કર્યા હતા. પરંતુ કદાચ તેવું પહેલીવાર બન્યું હશે જ્યારે જવાનોની શહીદી પર સમગ્ર દેશ લાલધુમ થયો હોય. જે પછી સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક જેવું ઐતિહાસિક પગલું લઇને પોતાના આ જવાનોની શહીદીનો બદલો લીધો હતો. આજે એટલે કે ૨૮ સપ્ટેમ્બરે દેશભરમાં સર્જિકલ સ્ટ્રાઇકની આ વર્ષગાંઠને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે અને આજે જ આ હુમલા અને સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી ફિલ્મ ઉરીનું ટીઝર રિલિઝ કરવામાં આવ્યું છે.
તાજેતરમાં જ રિલિઝ થયેલા આ ટીઝરમાં ઉરી હુમલા અને તે પછી સૈનિકોના દિલમાં ઉઠેલા દર્દને દર્શાવવામાં આવ્યું છે. ઉરીમાં વિક્કી કૌશલ અને યામી ગૌતમની જાડા જાવા મળશે. સાથે જ પરેશ રાવલ પણ આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં જાવા મળશે. ટીઝરમાં દમદાર ડાયલાગ્સ સાંભળવા મળી રહ્યાં છે. તમે પણ જુઓ ટીઝરપ..
ઉલ્લેખનીય છે કે વિક્કીએ સર્બિયામાં આ ફિલ્મનું શુટિંગ કર્યુ છે. ફિલ્મમાં કમાન્ડર-ઇન-ચીફનો રોલ કરવા માટે વિક્કીએ ૨૦ કિલો વજન વધાર્યુ છે. આ ફિલ્મ આગામી વર્ષે ૧૧ જાન્યુઆરીના રોજ રિલિઝ કરવામાં આવશે.
વાત કરીએ વિક્કી કૌશલની તો વિક્કી આની પહેલા અનુરાગ કશ્યપની સાથે કલાકાર તરીકે ‘લવ શવ તે ચીકન ખુરાના’ અને ‘બોમ્બે વેલવેટ’માં અને ‘ગેંગસ ઓફ વાસેપુર’માં સહાયક નિર્દેશક તરીકે કામ કરી ચુક્્યો છે. તાજેતરમાં જ તેની ફિલ્મ મનમર્ઝિયા રિલિઝ થઇ છે જેને ઠીકઠીક પ્રતિસાદ મળી રહ્યો છે. જા કે વિક્કીના અભિનયની ચારેકોર પ્રશંસા થઇ રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




