ઠગ્સ આૅફ હિન્દુસ્તાનની સ્ટોરી મારી પોતાની છે : ફિલ્મ ડાયરેક્ટર

0
7

મુંબઈ,તા.૨૮
યશ રાજની મેગાબજે મલ્ટિસ્ટાર ફિલ્મ ઠગ્સ આૅફ હિન્દુસ્તાનની સ્ટોરી અને સ્ક્રીપ્ટ મારી પોતાની છે એેવો દાવો ફિલ્મના ડાયરેક્ટર વિજય કૃષ્ણ આચાર્યે કર્યો હતા.
તેમણે કહ્યું કે ૧૮૩૯માં લખાયેલી અને પ્રગટ થયેલી બ્રિટિશ લેખક ફિલિપ મીડોઝ ટેલરની નવલકથા અ કન્ફેશન આૅફ અ ઠગ સાથે મારી સ્ટોરીને લેવાદેવા નથી.
ફિલ્મના ટાઇટલમાં ઠગ્સ શબ્દ આવવાથી લોકોને એવી ગેરસમજ થઇ લાગે છે કે મારી સ્ટોરી ફિલિપ મીડોઝ ટેલરની નવલકથા પર આધારિત છે. હકીકતમાં એવું નથી. આ મારી પોતાની સ્ટોરી છે.
ઠગ્સ આૅફ હિન્દુસ્તાન દિવાળી પર રજૂ થવાની છે અને એેમાં પહેલીવાર બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા સુપર સ્ટાર આમિર ખાન અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ચમકી રહ્યા છે. તેમની સાથે બે હીરોઇનો છે- કેટરિના કૈફ અને દંગલ ફેમ ફાતિમા સના શેખ.
જા કે આ અંગે વિજય કૃષ્ણ આચાર્ય કશું બોલ્યા નથી. એમણે માત્ર ફિલ્મની કથા વિશે પોતાનું વર્ઝન રજૂ કર્યું હતું. તેમણે વધુમાં એવી દલીલ કરી હતી કે ૧૭૯૫માં નવા સ્થપાઇ રહેલા બ્રિટિશ શાસન સામે બગાવત કરનારા ચાંચિયાઓની આ વાત છે. મેં રજૂ કરેલું ફિરંગીનું પાત્ર સચોટ અને વાસ્તવિક બન્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY